એમ.એ.સહિતના વિવિધ સેમેસ્ટરની પરીક્ષાની શરૃઆત થઇ છે.પરીક્ષાની સાથે લગ્નસરાની પણ શરૂઆત થઇ છે ત્યારે મૂળ છોટા ઉદેપુરની અને હાલમાં ગાંધીનગરમાં આવેલી ગવર્નમેન્ટ કોમર્સ કોલેજમાં એમ.એ.૪ની પરીક્ષા આપતી શેતલ બારીયા માટે આજનો દિવસ ખૂબ મહત્વનો બની રહ્યો છે.શેતલે લગ્ન પહેલા પરીક્ષા આપવા પહોંચી હતી.દુલ્હનના પહેરવેશમાં અને હાથમાં મહેંદી સજાવીને શેલતે કારકિર્દીને જ જીવનની મહત્વની પરીક્ષા ગણાવી હતી.શેતલ બારીયાએ કહ્યું કે, મારા જીવનમાં આજનો દિવસ યાદગાર બની રહ્યો છે.બપોરે પરીક્ષા આપવા માટે હું પરીક્ષા સેન્ટર પર આવી હતી અને પેપર પણ સારું રહ્યું હતું.લગ્નની તારીખે જ પરીક્ષા આવી હતી.આ દરમિયાન પરિવારનો સપોર્ટ હોવાથી હું પરીક્ષાનું પેપર આપીને આવ્યા પછી લગ્નના બંધને બંધાઇ.આજના સમયમાં શિક્ષણનું મહત્વ છે ત્યારે સારો અભ્યાસ કરીને પરિવારને મદદ કરવી તે મારો સંકલ્પ છે.દીકરી તરીકે પરિવારે મને શિક્ષણ મેળવવાની ખૂબ પ્રેરણા આપી હતી જેને લીધે હું વધુ સારો અભ્યાસ કરીને સમાજને એક નવી પ્રેરણા મળે તે જરૃરી છે.


