સુરેન્દ્રનગર જિલ્લામાં વિસ્ફોટકનો જથ્થો ત્રીજી વાર ઝડપાયો

116

સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાનાં ખારવા ગામની સીમમાંથી એસ.ઓ.જી પોલીસની ટીમે બાતમીનાં આધારે દરોડો પાડયો હતો.ત્યારેે વિસ્ફોટકનાં જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો.જિલ્લામાં છેલ્લા પખવાડીયામાં આવી ત્રીજી ઘટના સામે આવી છે.જીલેટીન, ડિટોનેટર અને ડાયનેમો સહિત કુલ રૃા.૪૫૦૦ નો મુદામાલ પોલીસે કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે વિસ્ફોટક જથ્થો રાખતા તેમજ વેચાણ કરતા તતવો વિરૃધ્ધ.કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસતંત્ર દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. જેના ભાગ રૃપે બાતમી મળી હતી કે,ખારવા ગામ ગોમટાના માર્ગની સીમમાં મગનભાઈ પટેલની વાડીમાં કૂવો ખોદવાનું કામ ચાલુ હોઈ તેમાં વિસ્ફોટકનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.તેના આધારે દરોડો પાડી મુળી રાજસ્થાનનાં ડુંગરખેડા ગામના હાલ ખારવા ગામની સીમમાં રહેતા રામસિંહ ઉર્ફે રામ ભવરસિંહ ચૌહાણ નામનાં શખ્સને ગેરકાયદે જીલેટીનના ૫૬ ટોટા, ૮ નંગ ડિટોનેટર, એક ડાયનેમો સહિત મળી કુલ રૃા. ૪૫૦૦ નો મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.તે અંગે પુછપરછ કરતા આરોપીએ બોટાદના રેવાનગર ખાતે રહેતા ચેતનભાઈ ડાયાભાઈ રાવલ (ટોટાવાળા) પાસેથી વિસ્ફોટકનો આ જથ્થો ખરીદ કર્યો હોવાનું જણાવતા બન્ને શખ્સો વિરૃધ્ધ વઢવાણ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા સમયમાં જ ગેરકાયદે વિસ્ફોટકનો જત્થો ઝડપાયાની આ ત્રીજી ઘટના સામે આવી છે.

Share Now