ચીનમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે હવો સ્થાનિક લોકોમાં પણ ખાદ્ય ચીજો અને દવાઓના અભાવે રોષ ફેલાયો છે.શુક્રવારે ચીનમાં કોરોનાના ૩,૪૦૦થી વધુ પોઝિટિવ અને ૨૦,૭૦૦ લક્ષણ રહિત કેસ નોંધાયા હતા.મોટા ભાગના કેસ શાંઘાઇમાં નોંધાયા છે.ઉલ્લેખનીય છે કે,મહામારીને કાબૂમાં લેવા માટે શહેરમાં ૧૫ દિવસથી કડક લોકડાઉન લાગુ કરી દેવાયું છે.શાંઘાઇમાં પોઝિટિવ કેસની સંખ્યા સૌથી વધુ છે.નેશનલ હેલ્થ કમિશનના જણાવ્યા અનુસાર ચીનમાં ગુરુવારે ૩,૪૭૨ પોઝિટિવ અને ૨૦,૭૮૨ લક્ષણ રહિત કેસ નોંધાયા હતા. ગુરુવારે ચીનના આર્થિક હબ ગણાતા શાંઘાઇમાં સ્થાનિક રીતે સંક્રમિત કોવિડ-૧૯ના ૩,૨૦૦ કેસ નોંધાયા હતા અને લક્ષણરહિત કેસની સંખ્યા ૧૯,૮૭૨ હતી. શહેરમાં ટેસ્ટિંગના ઘણા રાઉન્ડ હાથ ધરાયા છે અને કામચલાઉ હોસ્પિટલ્સ પણ બનાવાઇ છે.જેમાં પોઝિટિવ અને લક્ષણરહિત કેસની સારવાર માટે સ્ટેડિયમ્સ અને સ્વિમિંગ પૂલ્સને કામચલાઉ ધોરણે સારવાર કેન્દ્રોમાં ફેરવવામાં આવ્યા છે.બુધવારે ચીનમાં કોરોનાના નવા ૩,૦૨૦ અને ૨૬,૩૯૧ લક્ષણરહિત કેસ નોંધાયા હતા.સતત વધી રહેલા કેસ ચીનની ઝીરો-વાઇરસ કેસ પોલિસી સામે પડકાર ઊભો કરી રહ્યા છે.ચીનના લોકોમાં એટલી હદે અસંતોષ છે કે હવે મીડિયાએ પણ તેની નોંધ લેવાનું શરૂ કર્યું છે.
ભારતમાં કોરોનાના 949 કેસ, છનાં મોત.નવી દિલ્હી: ભારતમાં કોરોનાના ૯૪૯ કેસ નોંધાયા છે.આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ૨૪ કલાકમાં વધુ છ લોકોનાં મૃત્યુ સાથે કોરોનાનો કુલ મૃત્યુઆંક ૫,૨૧,૭૪૩ થયો છે.એક્ટિવ કેસમાં ૧૩૩નો વધારો નોંધાયો છે.અને તેની સંખ્યા ૧૧,૧૯૧ થઈ છે.દેશમાં એક્ટિવ કેસ કુલ સંક્રમણના ૦.૦૩ ટકા છે.રિકવરી રેટ ૯૮.૭૬ ટકા રહ્યો છે.દૈનિક પોઝિટિવિટી દર ૦.૨૬ ટકા અને સાપ્તાહિક પોઝિટિવિટી દર ૦.૨૫ ટકા થયો છે.દેશમાં વેક્સિનના ૧૮૬.૩૦ કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે.
ચીનના શાંઘાઇમાં કોવિડના કેસ નવી ટોચે

Leave a Comment