મહેસાણા તાલુકાના તરેટી ગામ નજીક વહેલી સવારે પ્રેમીપંખીડાંએ એકબીજાના હાથ બાંધી ટ્રેન નીચે પડતું મુકી અગમ્ય કારણોસર આપઘાત કર્યાની ઘટનાએ ચકચાર મચાવી હતી.વડનગર તાલુકાના એક ગામનાં પ્રેમીપંખીડાએ આપઘાત કર્યા હોવાની જાણ રેલવે થતાં રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.પોલીસે પ્રેમીપંખીડાંઓના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપવાની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.આજે વહેલી સવારે તરેટી ગામ પાસેથી પસાર થતી રેલવે ટ્રેક પર ટ્રેન આવતાંની સાથે જ પ્રેમીપંખીડાંએ આપઘાત કરવાના ઈરાદે પડતું મુક્યું હતું.આ આપઘાતની ઘટનામાં પ્રેમીપંખીડાં વડનગર તાલુકાના એક જ ગામના હોવાનું જાણવા મળ્યું હતું.યુવતીના અન્ય સાથે મજબૂરીવશ લગ્ન કર્યા હોવાના કારણે બન્નેએ આપઘાત કર્યા હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.સૂત્રોના જણાવ્યા મુજબ મૃતક પ્રેમીપંખીડાં પાસેથી યુવતીએ લખેલી ચિઠ્ઠી પણ મળી આવી હતી.આ અંગે રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.


