ગુજરાત રાજ્ય કર્મચારી મોરચા દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે ખેડા જિલ્લા સમસ્ત કર્મચારી મોરચા દ્વારા 14મી એપ્રિલ બંધારણીય અધિકાર દિવસ તરીકે ઉજવ્યો હતો.એક લક્ષ્યએથી નારા પુરાની પેન્શન અધિકાર હમારાના સૂત્ર સાથે જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગ કરી હતી.જેમાં ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ નડિયાદ, ખેડા જિલ્લા કર્મચારી મહાસંઘ નડિયાદ, ખેડા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ, જિલ્લા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,ખેડા જીલ્લા તલાટી કમ મંત્રી મંડળ, ખેડા જિલ્લા મહેસૂલ કર્મચારી મહામંડળ, ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ,ખેડા જિલ્લા મુખ્ય શિક્ષક સંઘ સૂચિત અને ખેડા જિલ્લા કર્મચારી મંડળના સંયુક્ત ઉપક્રમે નડિયાદ ઇપ્કો વાળા હોલ ખાતે મહાસભા યોજી હતી.આ બાદ રેલી સ્વરૂપે ઇપ્કોવાળા હોલ ખાતેથી નીકળી સંતરામ શાકમાર્કેટ પાસે આવેલ આંબેડકરની પ્રતિમા સુધી રેલી સ્વરૂપે આવ્યા હતા.ત્યાં બાબાસાહેબની પુષ્પાંજલિ અર્પણ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવા સરકાર સમક્ષ માંગ કરી હતી.આ રેલીમાં હજારો કર્મીઓ જોડાયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના માર્ગદર્શન હેઠળ ખંભાત તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા 14 મી એપ્રિલ બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિને બંધારણ દિવસ તરીકે ઉજવણી કરી જૂની પેંશન યોજના પુનઃ લાગુ કરવા માટેના કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.ખંભાતમાં મંજૂરી ન મળતા બોરસદ મુકામે યોજવામાં આવ્યો હતો.


