બારડોલી
તાપી જિલ્લામાં વિદેશથી આવેલા યુવકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. યીવક 14 દિવસ પહેલા જ કેનેડાથી આવ્યો હતો અને હોમ કોરોન્ટાઇનમાં હતો તે સમયે શરદી ખાંસી અને તાવની ફરિયાદ થતા તેને હાલ વ્યારાની જનરલ હોસ્પિટલમાં આઇશોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે.
તાપી જિલ્લા આરોગ્ય અધિકારી હસમુખ પટેલના જણાવ્યા અનુસાર જિલ્લામાં છેલ્લા પંદર દિવસ દરમ્યાન 11 થી12 એનઆરઆઈ આવ્યા છે. તેઓને ઘરમાં કોરોન્ટાઇન રાખવામાં આવ્યા હતા. જે પૈકી ડોલવણ તાલુકાના કલકવા ગામના આશરે 30 વર્ષીય યુવાનને શરદી ખાંસી અને તાવની ફરિયાદ કરી હતી. જેને કારણે આરોગ્ય વિભાગે યુવકને તાત્કાલિક જનરલ હોસ્પિટલના આઇશોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે. તેના જરૂરી સેમ્પલ લઈ અમદાવાદ ખાતે મોકલી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
તાપી :તાપી જિલ્લામાં કોરોનાનો શંકાસ્પદ દર્દી હોસ્પિટલમાં દાખલ

Leave a Comment

