લખીમપુર કેસ: સુપ્રીમે મંત્રી પુત્ર આશિષ મિશ્રાના જામીન રદ કર્યા

148

નવી િદલ્હી : ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના થોડા સમય પહેલાં ચર્ચામાં રહેલા લખીમપુર ખીરી કેસમાં સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાના જામીન રદ કર્યા છે અને તેને સપ્તાહમાં આત્મસમર્પણ કરવા જણાવ્યું છે.સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે, “અલ્હાબાદ હાઇકોર્ટે આરોપીને રાહત આપવામાં વધુ પડતી ઉતાવળ દર્શાવી હતી અને પુરાવાની યોગ્ય ચકાસણી કરી ન હતી.” કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, “ઘટનાનો ભોગ બનનારને હાઇકોર્ટમાં યોગ્ય અને અસરકારક સુનાવણીની તક અપાઈ ન હતી.પીડિત વ્યક્તિ અપીલ કે પુન: સમીક્ષામાં તપાસથી માંડી પ્રક્રિયા પૂરી થવા સુધી તેમાં સહભાગી થવાનો અધિકાર ધરાવે છે.” સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, “લખીમપુર ખીરીની ઘટનાના આરોપો સાચા ઠરશે તો એ જીવનની સુરક્ષા, સ્વતંત્રતા, સાક્ષીઓની પ્રોપર્ટી તેમજ મૃત્યુ પામેલના પરિવારોની સુરક્ષા અંગે રાજ્યના સત્તાવાળા માટે સતર્ક થવાનો સમય હશે.ભારતીય કિસાન યુનિયન (બીકેયુ)ના નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે, કોર્ટના નિર્ણયથી ખેડૂતોમાં ન્યાયની આશા જાગી છે.લખીમપુર હિંસામાં ગયા વર્ષે ત્રીજી ઓક્ટોબરે આઠ લોકોનાં મૃત્યુ થયા હતા.

વડાપ્રધાન અજય મિશ્રાની ક્યારે હકાલપટ્ટી કરશે? કોંગ્રેસ.નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી કોંગ્રેસે સોમવારે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી.કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પ્રશ્ન કર્યો હતો કે, વડાપ્રધાન મોદી તેમના કેબિનેટ મંત્રી અજય મિશ્રા ટેનીની કેબિનેટમાંથી હકાલપટ્ટી કરશે? ભાજપ ક્યારે ખેડૂતોનો દ્રોહ કરવાનું અને હત્યારાઓની તાકાત વધારવાનું બંધ કરશે? મોદી સરકાર ક્યાં સુધી ખેડૂતોને દબાવવાનું ચાલુ રાખશે?” કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડરાએ લખીમપુર ખીરીની ઘટનાને ક્રૂર ગણાવી હતી.

Share Now