સુરત અને અમદાવાદ કેવી છે જનતા કર્ફ્યૂની સ્થિતિ

290

કોરોનાની મહામારીને રોકવા માટે 22 માર્ચ રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને જનતા કર્ફ્યુમાં સહકાર આપવાની અપીલ કરી હતી.દેશમાં અને રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે 22 માર્ચના જનતા કર્ફ્યુંમાં પણ લોકોએ તંત્રને સમર્થન આપ્યું છે.સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટમાં વહેલી સવારથી જ રસ્તાઓ સુમસાન જોવા મળ્યા હતા. રહેણાંક વિસ્તારોમાં દૂધની ડેરી, મેડીકલ અને કરીયાણની દુકાનો સિવાય અન્ય દુકાનો બંધ જોવા મળી હતી.સુરતમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, વેસુ, ઉધના દરવાજા, પર્વત પાટીયા, વરાછાનો હીરાબાગ વિસ્તાર, મીની બજાર જેવી જગ્યાઓ પર રોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય છે પરંતુ જનતા કર્ફ્યુંના કારણે મોટી સંખ્યામ લોકો ઘરમાં જ રહ્યા હતા.લોકોએ પોતાની સોસાયટીના ગેટ બંધ કરીને પોતાના ઘરમાં પરિવારની સાથે રહ્યા હતા. શનિવારે સોશિયલ મીડિયા પર દૂધની અછતની અફવા ઉડવાના કારણે એલ.પી સવાણીઓના ડેપો પરથી લગભગ 1500 જેટલા કેરેટ દૂધનું વેચાણ થઇ ગયું હતું.
અમદાવાદ શહેરના વીજળી ઘર ચાર રસ્તા નજીક આવેલી કાપડ માર્કેટ પણ સજ્જડ બંધ રહ્યું છે. અમદાવાદના ગીતા મંદિર, લાલ દરવાજા, ભદ્ર માર્કેટ, આશ્રમ રોડ, વસ્ત્રાપુર, થલતેજ સહિતના વિસ્તારોમાં લોકોએ જનતા કર્ફ્યુંનું પાલન કર્યું છે.લોકો કોરોના વાયરસથી બચવા માટે ઘરની અંદર જ રહ્યા હતા અને બીજી તરફ તંત્રના લોકો દ્વારા અમદાવાદમાં અલગ-અલગ જગ્યા પર સફાઈની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં દિન પ્રતિદિન કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. હાલ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 14 પર પહોંચી ગયો છે ત્યારે કોરોના વાયરસને કાબુમાં લેવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.

Share Now