જબ જબ ફૂલ ખિલે.. ઇકવાડોરમાં લૂપ્ત થયેલું ફૂલ 40 વર્ષ પછી મળ્યું, વૈજ્ઞાનિકો હરખાયા

156

કવેટો,19 એપ્રિલ,2022,મંગળવાર : દુનિયામાં અનેક પ્રજાતિના પ્રાણીઓ, વનસ્પતિ અને ફળ ફૂલોનું વંશ નિકંદન નિકળી રહયું છે.પૃથ્વી પર વધતી જતી માનવિય ડખલગીરીના લીધે આ જોખમ સર્જાયું છે. કોઇ પણ પ્રજાતિ લૂપ્ત થાય પછી તેને પાછી લાવવાની કોઇ જ શકયતા રહેતી નથી પરંતુ ઇકવાડોરમાં એક પ્રજાતિનું ફૂલ 40 વર્ષ પછી ખિલ્યું છે.છોડની લૂપ્ત થયેલી પ્રજાતિ ફરી મળી આવતા વૈજ્ઞાનિકોનો હરખ સમાતો ન હતો એવો એક સંશોધનમાં ખુલાસો થયો છે.રિસર્ચમાં જણાવાયું છે કે નવેમ્બર 2021માં ઇકવાડોરના વૈજ્ઞાનિકોની એક ટીમે આ ફૂલને ગેસ્ટરૈન્થસ એકસટિંટસ નામ આપ્યું છે.ટીમ સેંટિનેલા રિડઝના પ્રવાસે ગઇ હતી ત્યારે આ ફૂલ ધ્યાનમાં આવ્યું હતું.આ અંગે પ્રતિક્રિયા આપતા શિકાગોના ફિલ્જ મ્યૂઝિયમ અને પોસ્ટડોકટરલ સંશોધક ડોસન વ્હાઇટે કહયું હતું કે ફૂલને ફરી શોધવાથી માલૂમ પડે છે કે સૌથી ખરાબ અને નાના ક્ષેત્રિય વિસ્તારોમાં પણ પ્રજાતિનું સંરક્ષણ થઇ શકે છે.આ ફૂલ એ વાતની પણ સાબીતી ભરે છે કે પશ્ચિમી ઇકવાડોરના જંગલોમાં બીજા છોડ પાન અને વિલૂપ્ત જીવો મળી શકે છે.

Share Now