સૌર જ્વાળાના પ્રચંડ વિસ્ફોટથી સેટેલાઇટ, GPSને અસરની ધારણા

155

નવી દિલ્હી : સૂર્યમાંથી બુધવારે પ્રચંડ સૌર જ્વાળા (સોલર ફ્લેર) છુટી છે, જેનાથી સેટેલાઇટ કમ્યુનિકેશન્સ અને ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીડીપી)ને અસર થવાની સંભાવના છે, એમ સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન સ્પેસ સાયન્સિસ ઇન્ડિયા (CESSI)એ જણાવ્યું છે.સોલાર મેગ્નેટિક એક્ટિવ રિજનમાં ભારતીય સમય મુજબ સવારે 9.27 કલાકે AR12992માંથી X2.2ની શ્રેણીની સૌર જ્વાળા વિસ્ફોટ થયો હતો. સૌર જ્વાળા એક પ્રકારનો ઊર્જાનો પ્રચંડ વિસ્ફોટ છે.તેનાથી રેડિયો કમ્યુનિકેશન્સ, ઇલેક્ટ્રિક પાવર ગ્રીડ, નેવિગેશન સિગ્નલને અસર થઈ શકે છે તથા અવકાશયાન અને અવકાશાત્રીઓ સામે જોખમ ઊભું થઈ શકે છે, એમ ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ના એસોસિયેટ પ્રોફેસર અને કોઓર્ડિનેટર દિબ્યેન્દુ નંદીએ જણાવ્યું હતું.આવી સૌર જ્વાળાને તે કેટલી પ્રચંડ છે તેના આધારે એક્સ- ક્લાસમાં વર્ગીકરણ કરવામાં આવે છે.CESSIએ ટ્વીટર પર જણાવ્યું હતું કે તેનાથી હાઇ ફ્રિકવન્સી કમ્યુનિકેશન ખોરવાઈ જવાની, સેટેલાઇઝમાં વિસંતતાનું તથા જીપીએસ, એરલાઇન્સ કમ્યુનિકેશનને અસર થવાની ધારણા છે.

Share Now