અફઘાનિસ્તાન: કાબુલમાં એક શાળામાં ત્રણ વિસ્ફોટ, અનેક લોકોના મોત

218

કાબુલ : અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક શાળામાં ત્રણ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા છે.મળતી માહિતી અનુસાર, આ વિસ્ફોટોમાં ઘણા લોકોના મોત થયા છે.અફઘાનિસ્તાનના સુરક્ષા અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વિસ્ફોટો પશ્ચિમ કાબુલમાં થયા હતા.હજુ સુધી જાનહાનિની ​​સંખ્યા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. એએફપી અનુસાર, એક સ્કૂલની બહાર ત્રણ બ્લાસ્ટ થયા છે. રાજધાની કાબુલના શિયા હજારા વિસ્તારમાં થયેલા આ વિસ્ફોટોમાં ઘણા લોકો ઘાયલ થયા છે.કાબુલ પોલીસે પણ વિસ્ફોટની પુષ્ટિ કરી છે.તેમનું કહેવું છે કે બ્લાસ્ટ અબ્દુલ રહીમ શાહી હાઈસ્કૂલમાં થયો હતો અને તેમાં જાનહાનિ થઈ છે.આ ઘટના અંગે સરકારે કહ્યું કે, આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.અત્યાર સુધી આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી.સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં પણ કાબુલમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો.આ બ્લાસ્ટ કાબુલના મની એક્સચેન્જ માર્કેટમાં થયો હતો.આ હુમલામાં બે મની એક્સ્ચેન્જર ઘાયલ થયા હતા.

Share Now