મુલાયમ, અખિલેશ ઇચ્છતા હોત તો આજે આઝમ ખાન જેલ બહાર હોત : શિવપાલ

136

સીતાપુર : અખિલેશ યાદવ સાથે થયેલા ખટરાગ વચ્ચે શિવપાલ યાદવ શુક્રવારે સવારે સીતાપુર જેલમાં સપા નેતા મોહમ્મદ આઝમ ખાનને મળવા ગયા હતા.આશરે ૧ કલાક ૨૦ મિનિટ સુધી વાત કરી હતી. જેલમાંથી બહાર નીકળ્યા પછી તેઓએ અખિલેશ યાદવની ઉગ્ર ટીકા કરી હતી પરંતુ તે પછી પહેલી જ વાર સપાના સર્વોચ્ચ નેતા મુલાયમ સિંહ યાદવ ઉપર પણ આક્રમણ કર્યું હતું.તેમણે કહ્યું કે, નેતાજી અને અખિલેશ યાદવ જો ઇચ્છતા હોત તો આઝમ ખાન અત્યારે જેલની બહાર હોત.પરંતુ નેતાજીએ (મુલાયમે) કશું કર્યું નહીં.લોકસભામાં પણ તે મામલો ઉઠાવ્યોન હતો.તેઓ ઇચ્છતા હોત તો ધરણા કરી શકત.આ સાથે શિવપાલે રાજ્યના મુખ્ય મંત્રી યોગી આદિનાથને મળવા જવાની પણ વાત કરી હતી.શુક્રવારે આશરે ૯.૫૦ વાગે શિવપાલ જેલ પહોંચી ગયા હતા.આ પૂર્વે તેમણે સપાના અન્ય મુસ્લિમ નેતાઓ આઝમ ખાનના કુટુંબીજનો અને જયંત ચૌધરીની લીધેલી મુલાકાતને વિશ્લેષકો ઘણી મહત્વની કહી રહ્યા છે.કારણ કે આથી રાજ્યનાં રાજકિય સમીકરણો બદલાઈ રહેવા સંભવ છે.શિવપાલ યાદવે સ્પષ્ટત: કહ્યું હતું કે, આઝમ સાહેબ બહુ મોટા નેતા છે, તેમનું દુ:ખ સમજાય તેવું છે.તેઓએ વધુમાં કહ્યું કે, હવે હું મુખ્યમંત્રી (યોગી આદિત્યનાથ) ને મળી આઝમ ખાનની મુશ્કેલીઓ વિષે ચર્ચા કરીશ અને સમય આવતાં દરેક બાબતનો ખુલાસો કરીશ. થોડો સમય રાહ જુઓ.

Share Now