મુંબઇમાં સેંકડો વૃક્ષોને જીવતદાનઃ 94 કિલો ખીલા દૂર કરાયા, 1325 બિલ બોર્ડ દૂર કરાયાં

147

મુંબઇ : વૃક્ષ પુનરુત્થાન અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૯૮૩ વૃક્ષ આસપાસથી ે કોંક્રિટથી સાફ કરવામાં આવ્યા છે.વૃક્ષો પરથી ૧,૩૨૫ પોસ્ટર અને બોર્ડ દૂર કરવામાં આવ્યા છે અને વૃક્ષો પરથી ૯૪ કિલો ખીલા દૂર કરવામાં આવ્યા છે.આ વિવિધ સંસ્થાઓ, શાળા-કોલેજોના સહયોગથી શરૃ કરાયેલા અભિયાનને વેગ મળ્યો છે.વર્ષ૧૯૭૦ થી દર વર્ષે ૨૨મી એપ્રિલે વિશ્વ પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે.આ અવસર પર સમગ્ર વિશ્વમાં વિવિધ પર્યાવરણીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.આ વર્ષના વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે એડિશનલ મ્યુનિસિપલ કમિશનરઅધિક (પૂર્વ ઉપનગરો) અશ્વિની ભીડેના માર્ગદર્શન હેઠળ વિવિધ સામાજિક સંસ્થાઓ, શાળાઓ અને કોલેજોના સહયોગથી પાલિકાના ૨૪ વિભાગોમાં વૃક્ષોનું પુનરુત્થાન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

વૃક્ષ પુનરુત્થાન અભિયાન દરમિયાન વૃક્ષોની ફરતે કોંક્રીટ હટાવવા અને લાલ માટી દૂર કરવા, વૃક્ષો પરથી ખીલા, પોસ્ટર, બેનરો, કેબલ દૂર કરવા અને વૃક્ષોને તાજી હવાનો શ્વાસ આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.વૃક્ષો, પોસ્ટરો, ઈલેક્ટ્રીક લાઈટો, કેબલ વગેરેને કારણે વૃક્ષોને નુકસાન થાય છે અને વૃક્ષોની ડાળીઓ નીચે પડી જવાની કે જાનહાનિ થવાની શક્યતા રહે છે.ઉપરાંત, મૂળની આસપાસ કોંક્રીટ કરવાથી મૂળનો વિકાસ અટકે છે અને જો જમીન પાણીને શોષી ન લે તો વૃક્ષ મરી શકે છે.તેથી પાલિકા દ્વારા ૧૮મી એપ્રિલથી ૨૩મી એપ્રિલ સુધી વૃક્ષ પુનરુત્થાન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ ૯૮૩ વૃક્ષો પરથી કોંક્રીટ અને ૬ હજાર ૧૭૮ વૃક્ષો પરથી ખીલા દૂર કરવામાં આવ્યા છે.કુલ ૯૪.૧૯૪ કિલોના ખીલા દૂર કરવામાં આવ્યા છે અને ૧,૩૨૫પોસ્ટર બોર્ડ દૂર કરવામાં આવ્યા છે.પારલે વૃક્ષ મિત્ર, એકતા મંચ, રિવર માર્ચ ,બાથિંગ પિલ, વિવિધ શાળાઓ અને કોલેજો જેવી સામાજિક સંસ્થાઓએ આ અભિયાનમાં ભાગ લીધો છે.આ અભિયાન અંગે વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં પણ જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે, એમ પાર્ક સુપ્રિટેન્ડેન્ટ જિતેન્દ્ર પરદેશીએ જણાવ્યું હતું.

Share Now