જમ્મુ, તા.૨૪ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુના સામ્બા જિલ્લામાં પલ્લી ગામની મુલાકાત લેતાં દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કર્યો હતો.આ સાથે વડાપ્રધાન મોદીએ જમ્મુ-કાશ્મીરમાં રૂ. ૨૦,૦૦૦ કરોડની યોજનાઓનું ઉદ્ધાટન અથવા શિલાન્યાસ કર્યો હતો.વડાપ્રધાને સામ્બામાં ૧૦૮ જન ઔષધી કેન્દ્રો સાથે ૫૦૦ કિલોવોટ સૌર ઊર્જા એકમનું ઉદ્ધાટન કર્યું હતું.વડાપ્રધાને ‘અમૃત સરોરવર મિશન’ની પણ શરૂઆત કરી હતી અને રાષ્ટ્રીય પંચાયત પુરષ્કારની રકમ સાંબામાં વિજેતા પંચાયતોના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરી હતી.વડાપ્રધાને કિશ્તવાડ જિલ્લામાં ચિનાબ નદી પર ૮૫૦ મેગાવોટના રતલે જળવિદ્યુત પ્રોજેક્ટ અને ૫૪૦ મેગાવોટના ક્વાર જળવિદ્યુત પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો.વડાપ્રધાને કહ્યું કે હવે બનિહાલ કાઝીગુંડ ટનલથી જમ્મુ-શ્રીનગરનું અંતર ૨ કલાક ઘટી ગયું છે.ઉધમપુર-શ્રીનગર-બારામુલાને જોડતો આકર્ષક આર્ક બ્રિજ પણ ટૂંક સમયમાં દેશને મળશે.