દિલ્હીમાં કોરોનાએ રફતાર પકડી, 1 દિવસમાં 1000થી વધુ કેસ,પોઝિટિવિટી રેટ વધીને 6.42 ટકા

140

નવી દિલ્હી,25 એપ્રિલ,2022,સોમવાર : ચીનમાં શાંઘાઇ સહિતના વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધતું જતું હતું પરંતુ ભારતમાં અત્યાર સુધી પરીસ્થિતિ નિયંત્રણ હેઠળ હતી.હમણાં સુધી દેશમાં સરેરાશ માત્ર 1200 જેટલા સંક્રમણ કેસ નોંધાતા હતા પરંતુ રાષ્ટ્રીય રાજધાનીમાં ફરી કોરોનાએ રફતાર પકડી છે.દિલ્હીમાં કોરોના સંક્રમણના કેસ 1000ને પાર કરી ગયા છે. પોઝિટિવિટી રેટ પણ 6 ને વટાવી ગયો છે, છેલ્લા 24 કલાકમાં 1011 કેસ અને 1 વ્યકિતનું મુત્યુ પણ થતા ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.દિલ્હીમાં 15742 કેસ નોંધવામાં આવ્યા જેમાંથી પોઝિટિવિટી રેટ ખૂબજ વધી ગયો છે.દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર એકિટવ કેસોની સંખ્યા 4 હજારને પાર કરીને 4168 થઇ છે.કુલ કોરોના સંક્રમિત 90 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહયા છે બાકીના હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.પોઝિટિવિટી રેટ વધતો જાય છે તેમ છતાં ટેસ્ટીંગની સંખ્યા વધારવામાં આવી નથી.
ઉલ્લેખનિય છે કે એક દિવસ પહેલા કોરોનાના 1083 કેસ પોઝિટિવ આવ્યા હતા ત્યારે 24177 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.ત્યારે પોઝિટિવિટી રેટ 5 થી નીચે હતો પરંતુ ખૂબ ઝડપથી 6.42 ટકા સુધી પહોંચી જતા કોરોના સંક્રમણના ભરડામાં દેશની રાષ્ટીય રાજધાની ન આવે તેની તકેદારી જરુરી છે.

Share Now