રાણા દંપતીને ફટકોઃ ગુનો રદ કરવાની અરજી હાઈકોર્ટે ફગાવી

143

મુંબઈ : મુંબઈ પોલીસે દાખલ કરેલો ગુનો રદ કરવાની માગણી કરનાર રાણા દંપતીને બોમ્બે હાઈ કોર્ટે ઝટકો આપ્યો છે. કોર્ટે તેમની અરજી ફગાવી દીધી છે.બે જુદી જુદી એફઆઈઆર કરવામાં આવી હોવા સામે રાણા દંપતીએ વાંધો ઉઠાવ્યો હતો. એક જ ઘટનામા બે એફઆઈઆર હેતુપૂર્વક કરવામાં આવી હોવાની દલીલ કરાઈ હતી.હાઈ કોર્ટે બંને બાજુની દલીલો સાંભળ્યા બાદ રાણા દંપતીની અરજી ફગાવી હતી.દરમ્યાન બીજી એફઆઈઆરમાં જો ધરપકડ કરવામાં આવે તો ૭૨ કલાક પૂર્વેની નોટિસ અપાવામાં આવે એમ કોર્ટે જણાવ્યું છે.હાઈ કોર્ટે રાહત નકાર્યા બાદ રાણા દંપતીએ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે.આ અરજી પર આવતીકાલે સુનાવણી કરવામાં આવશે.ઉશ્કેરણીજનક નિવેદનો કરીને કાયદો અને વ્યવસ્થા બગાડવા પ્રકરણે ખાર પોલીસે ધરપકડ કરેલા સાંસદ નવનીત રાણા અને વિધાનસભ્ય રવી રાણા વિરુદ્ધ રાજ દ્રોહ (કલમ ૧૨૪-એ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.રાણા દંપતીને રવિવારે કોર્ટે ૧૪ દિવસની અદાલતી કસ્ટડી સંભળાવી હતી.

નવનીત રાણા અને રવી રાણાએ કરેલી અરજીની તાત્કાલિક સુનાવણી કરી હતી.રાણા દંપતીએ પોતાની સાથે ગેરવર્તન કરાયું હોવાનો આરોપ કરતાં કોર્ટે જણાવ્યું હતું કે જવાબદાર પદ પર હોય તેણે ખાસ કરીને લોકપ્રતિનિધિએ એક બીજા સાથે આદરથી વર્તવું જોઈએ એવું અમે વારંવાર કહીએ છીએ પણ તેના પ્રત્યે લોકપ્રતિનિધિ આંખ આડા કાન કરે છે.લોકપ્રતિનિધિ તરફથી આ પ્રકરણે હંમેશા અપેક્ષા રાખવી ખોટી છે.જેટલું મોટું પદ એટલી મોટી જવાબદારી પણ હોય છે, એમ કોર્ટે જણાવ્યું હતું.રાણાના વકિલ રિઝવાન મર્ચન્ટે કોર્ટમા એક જ પ્રકરણમાં બે એફઆઈઆર દાખલ કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો.મોડી રાત્રે એફઆઈઆર દાખલ થઈ હતી તો તેમાં જ બીજી કલમ ૩૫૩ પણ લગાવવી જોઈતી હતી એવી દલીલ વકિલે કરી હતી.એક પ્રકરણમા ંજામીન મળશે તો બીજા પ્રકરણમાં ધરપકડ કરવાનો પ્રયત્ન હોવાનો દાવો વકિલે કર્યો હતો.દરમ્યાન સરકારી વકિલ પ્રદીપ ઘરાતે દલીલ કરી હતી કે નવનીત રાણાએ પોલીસને ધક્કે ચડાવીને ગાળાગાળી કરતાં બીજી એફઆઈઆર દાખલ કરી હોવાનું જણાવીને પોલીસને સહકાર્ય કરવું જોઈતું હતું એમ જણાવ્યું હતું.

કોઈના ઘરની સામે અથવા ક્યાંય પણ ધાર્મિક વિધિ પાર પાડતા હોય તા એ વ્યક્તિગત સ્વાતંત્ર્યનું ઉલ્લંઘન છે.આ પ્રકરણમાં સાર્વજનિક રસ્તા પર હનુમાન ચાલીસાનું પઠન કરવા સંબંધી હોવાનું અરજદારે જણાવ્યું હતું.રાણા દંપતી જવાબદાર પદ પર હોવા છતાં આવું નિવેદન કરીને કાયદા અને વ્યવસ્થા સામે પ્રશ્ન ઊભો થાય એવી સ્થિતિ નિર્માણ કરી હતી. રાણા દંપતી સામે બે ગુના એક જ ઘટનાનો ભાગદ હોવાનું કોર્ટે અમાન્ય કર્યું હતું અને રાણા દંપતીની બીજી એફઆઈઆર રદ કરવાની માગણી ફગાવી હતી.રાણા દંપતી સામે કલમ ૧૫૩-એ સાથે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધીને શનિવારે ધરપકડ કરાઈ હતી.તેમની સામે રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું રવિવારે સ્પષ્ટ થયું હતું.રવિવારે બપોરે વાંદરા ખાતે હોલી ડે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.કોર્ટે બંને બાજુ સાંભળીને રાણા દંપતીને ૧૪ દિવસની અદાલતી કસ્ટડી આપી હતી.કોર્ટે જામીન અરજી પર શુક્રવારે સુનાવણી કરવાનું જણાવ્યું હતું.

Share Now