મુંબઇ : દર રવિવારે મુંબઇના પોલીસ કમિશનર સંજય પાંડેની પહેલથી શહેરમાં યોજાતી ‘સન્ડે સ્ટ્રીટ’નો આનંદ હવે મુંબઇગરા ઉપરાંત એમના પાલતુ પ્રાણીઓ પણ લઇ રહ્યા છે. મહાનગર મુંબઇમાં એક ડઝનથી વધુ સ્થળે યોજાતા આ સાપ્તાહિક કાર્યક્રમમાં લોકો હવે શ્વાન અને બિલાડી જેવા પોતાના પાલતુ પ્રાણીઓ સાથે આવે છે.આ પાળેલા અને તાલિમબદ્ધ પ્રાણીઓ જાતજાતના કરતબ દેખાડી લોકોનું મનોરંજન કરે છે.પોલીસ કમિશનર પાંડેએ પોતે આવો એક નીડિયો સોશ્યલ મિડીયા પર મૂકી લોકોને જણાવ્યું હતું કે સન્ડે સ્ટ્રીટમાં ફક્ત શહેરના નાગરિકો નહિ, પાલતું પ્રાણીઓને પણ મજા પડી ગઇ છે.આ પહેલા લોકો સન્ડે સ્ટ્રીટમાં યોગ, સંગીત, જુમ્બા ડાન્સ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, વોલ પેન્ટિંગ અને જિમનેસ્ટિક આધારિત એકથી એક ચઢિયાતા કરતબ દેખાડી ચુક્યા છે એના વીડિયો સોશ્યલ થયા હતા.અત્રે નોંધવું ઘટે કે સન્ડે સ્ટ્રીટના કાર્યક્રમ હેઠળ મુંબઇ પોલીસ શહેરના નિર્ધારિત વિસ્તારોના રોડને દર રવિવારે