ફ્રાન્સના પ્રોફેસરનો દાવો- કોરોનાના ખાત્માની દવા મળી ગઈ છે

279

કોરોના વાયરસને કારણે 13 હજાર લોકોના મોત થયા છે
એજન્સી, પેરિસ

દુનિયાના 188 દેશો કોરોના વાયરસની મહામારીનો સામનો કરી રહ્યા છે. જીવલેણ કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 13 હજાર લોકોના મોત થયા છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો અને શોધકર્તા આ મહામારીની દવા કે રસી શોધી શક્યા નથી. જો કે ફ્રાન્સના શોધકર્તાએ દાવો કર્યો છે કે, તેમણે કોવિડ-19ની દવાની શોધ કરી લીધી છે.

પ્રોફેસર દીદિઅસ રોવોલ્ટે દાવો કર્યો છે કે, આ નવા પ્રકારની સારવાર બાદ છ દિવસની અંદર વાયરસની ઝડપ ઓછી થઈ જાય છે. તેમણે આ અઠવાડિયે પોતાની શોધનો એક વીડિયો પણ શેર કર્યો છે. પ્રોફેસર રોવોલ્ટને ફ્રાન્સની સરકારે કોરોના વાયરસની દવાની શોધ કરવા માટે નોમિનેટ કર્યા છે. તેમણે જણાવ્યું કે, કોવિડ-19ના દર્દીને જો ક્લોરોક્વિન આપવામાં આવે છે તો તેમના સ્વસ્થ થવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપી થઈ જાય છે. અને વાયરસની ગતિ પણ ધીમી પડી જાય છે.

વર્ષ 1940થી ક્લોરોક્વિનની દવાનો ઉપયોગ સામાન્ય રીતે મલેરિયાની સારવાર માટે થાય છે. પ્રોફેસર રોવોલ્ટે દક્ષિણપૂર્વ ફ્રાન્સમાં લગભગ 24 દર્દીઓને આ દવા આપી છે. દર્દીઓને 10 દિવસો સુઘી 600 એમજીસીની ક્લોરોક્વિનની દવા આપવામાં આવી. તેમને વ્યાપક દેખરેખમાં રાખવામાં આવ્યા કેમકે તેના સાઈડ ઈફેક્ટનો જોખમ છે.

પ્રોફેસર રોવોલ્ટે જણાવ્યું હતું કે, અમને જાણ થઈ છે કે જે દર્દીઓને ક્લોરોક્વિનની દવા આપવામાં આવી તેમાંથી 25 ટકા જ આ બીમારીથી પીડિત છે. અગાઉ ચીને પણ ક્લોરોક્વિન ફોસ્ફેટ અને હાઈડ્રોક્લોરોક્વિનની દવા આપવામાં આવી હતી.

Share Now