મોસ્કો : એક તરફ રશિયા દ્વારા યુક્રેન ઉપર નૃશંસ આક્રમણ આવી રહ્યું છે. ત્યારે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરૉવે ત્રીજા વિશ્વયુદ્ધની ચેતવણી આપી છે.લાવરૉવે સોમવારે કહ્યું હતું કે, ”યુક્રેનની સાથે શાંતિ-મંત્રણા તો ચાલુ જ રહેશે. તેમ છતાં ત્રીજા વિશ્વયુદ્ધનો ભય વાસ્તવિક રહ્યો છે.” આ સાથે તેમણે પશ્ચિમના દેશોને ચેતવણી આપતા કહ્યું હતું કે, ”પશ્ચિમના દેશો યુક્રેનમાં જે શસ્ત્રો મોકલી રહ્યા છે. તે રશિયાના સૈન્ય મથકોને નિશાન બનાવી શકે તેમ છે.જે ત્રીજા વિશ્વયુદ્ધનું મુળભુત કારણ બની શકે તેમ છે.”રશિયન સમાચાર સંસ્થાઓ સાથે વાતચીત કરતા તેમણે શાંતિ-મંત્રણા દરમિયાન યુક્રેનના વલણની ટીકા કરી હતી, ”તેમણે કહ્યું ઃ એ ગર-વિલને પણ એક સીમા હોય છે પરંતુ તે પારસ્પરિક ન હોય તો તે મંત્રણા પ્રક્રિયામાં સહાય કરી શકે નહીં.” આમ છતાં અમે ઝેલેન્સ્કીએ રચેલી ટીમ સાથે મંત્રણા ચાલુ રાખીએ છીએ અને તે સંપર્ક ચાલુ રહેશે જ.
આ સાથે લાવરૉવે પુર્વ અભિનેતા ઝેલેન્સ્કી ઉપર મંત્રણાનું ”નાટક” કરવાનો પણ આક્ષેપ મુક્યો હતો, અને કહ્યું હતું કે, ”જો તમો ધ્યાનપુર્વક જુવો અને ધ્યાનપુર્વક વાંચો, તો, તેઓ જે કંઈ” કહે છે તેમાં એક હજાર વિરોધાભાસ જોવા મળશે.વર્તમાન તંગદિલી જોતા લાવરૉવે કહ્યું કે, ”ત્રીજા વિશ્વયુદ્ધ”નો ભય ”વાસ્તવિક” છે.ઈન્ટર ફેક્સ, સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતો તેમણે વધુમાં જણાવ્યું હતું કે ”ત્રીજા વિશ્વયુદ્ધ”નો ભય ઘણો ગંભીર છે.તે ”વાસ્તવિક” છે, આમ તેને ”ઊણો” ન આંકી શકો.લાવરૉવે યુક્રેન ઉપર આક્ષેપ મુકતા કહ્યું હતું કે ઃ ”શાંતિ-મંત્રણા” દરમિયાન પણ યુક્રેન ”રમત-રમી” રહ્યું છે. તેમણે કહ્યું ઃ ”અમેરિકાના ઉચ્ચ અધિકારીઓ યુક્રેનની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે યુક્રેનનું સૈન્ય રશિયન સૈન્યને હરાવી શકે તેમ છે. અમે (US)યુક્રેનને રશિયન સેના સામે શસ્ત્રો પ્રાપ્ત કરાવીશું જ.”
પરંતુ મુળભુત વાત તો તે છે કે યુક્રેનનો અમેરિકા સાથેનો સંબંધ જ ”શાંતિ-મંત્રણા”નું ઉલ્લંઘન છે. જે વિશ્વયુદ્ધનો ખતરો વધારી શકે તેમ છે.તે ”વાસ્તવિક” બની શકે તેમ છે, તમો તેને હળવી રીતે નહી લઈ શકો.અંતમાં યુક્રેન યુદ્ધ વિષે તેઓએ કહ્યું : હે મને વિશ્વાસ છે કે ”સમાધાન પર હસ્તાક્ષર થશે જ અને તે સાથે બધું નિશ્ચિત-રૂપે ”સમાપ્ત” થઈ જશે.”


