બૈજિંગ : દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન પોતાની સેના પાછળ પાણીની જેમ પૈસા વાપરી રહ્યો છે.તેનું સંરક્ષણ બજેટ ભારત, જાપાન, દ.કોરિયા અને ઓસ્ટ્રેલિયાનાં સંમિલિત સંરક્ષણ બજેટો કરતાં પણ વધુ છે.૨૦૨૧માં ચીનનો સંરક્ષણ ખર્ચ ૨૯૩ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે જે ભારત (૭૬.૬ અબજ ડોલર) જાપાન (૫૪.૧ અબજ ડોલર), દક્ષિણ કોરિયા (૪૦.૨ અબજ ડોલર) અને ઓસ્ટ્રેલિયા (૩૧.૮ અબજ ડોલર)ના સામુહિક ખર્ચ કરતાં પણ વધી જાય તેમ છે.સ્વીડીશ થિંક ટેન્ક સ્ટોકહેમ ઇન્ટરનેશનલ પીસ રીસર્ચ ઇન્સ્ટીટયુટ (SIPRI) દ્વારા સોમવારે પ્રસિદ્ધ કરાયેલા રીપોર્ટમાં આ પ્રમાણે જણાવવામાં આવ્યું છે.તેમાં કહેવામાં આવ્યું છે કે ચીને ૨૦૨૧માં ૨૯૩ અબજ ડોલરનો કરેલો ખર્ચ ૨૦૨૦નાં બજેટ કરતાં ૪.૭% અને ૨૦૧૨માં બજેટ કરતાં ૭૨% વૃદ્ધિ દર્શાવે છે.વાસ્તવમાં ચીનનો, સંરક્ષણ ખર્ચ સતત સત્યાવીશ વર્ષથી વધી રહ્યો છે.કોઈ પણ દેશે.આટલા લાંબા સમય સુધી સંરક્ષણ ખર્ચમાં વણથંભ્યો વધારો કર્યો નથી.તેમ તજજ્ઞાો કહે છે.અમેરિકા પછી દુનિયામાં સૌથી વધુ સંરક્ષણ ખર્ચ કરનાર દેશ ચીન છે.આ પછી સંરક્ષણ પાછળ સૌથી વધુ ખર્ચ કરનાર દેશોમાં ભારત, જાપાન, દ.કોરિયા અને ઓસ્ટ્રેલિયા આવે છે.જ્યારે વૈશ્વિક આકલનમાં તો ઓસ્ટ્રેલિયા દસમા ક્રમે તથા નોર્વે બારમાં ક્રમે રહેલાં છે.સ્વીડનની થિંક ટેન્ક સીપ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વૈશ્વિક સૈન્યખર્ચ ૨૦૦૦ અબજ અમેરિકી ડોલર પાર કરી ગયું છે.વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર અમેરિકા આ બાબતે ૮૦૧ અબજ ડોલર સાથે પ્રથમ ક્રમાંકે છે.જ્યારે વૈશ્વિક સંરક્ષણ ખર્ચ ૨૧૧૩ અબજ ડૉલર સુધી પહોંચી ગયો છે.


