ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા પ્રથમ રાઉન્ડમાં ૪.૨૭ લાખ પશુધનનું રસીકરણ કરવામાં આવ્યા બાદ બીજા રાઉન્ડની શરૃઆત કરી દેવાઇ છે.દરમિયાન મંગળવારે રાંધેજામાં યોજવામાં આવેલા પશુ આરોગ્ય મેળામાં શીંગડાનું કેન્સર થયેલી ગાય પર શસ્ત્રક્રિયા કરીને તેને નવજીવન આપવામાં આવ્યુ હતું.સાથે જ ૭૬૯ પશુને રસી અને સારવાર આપવામાં આવ્યા હતાં.પશુઓના રસીકરણના બીજા રાઉન્ડ દરમિયાન અત્યાર સુધીમાં ૬૦ હજાર પશુઓને આવરી લેવામાં આવ્યા છે.ત્યારે રાંધેજામાં યોજવામાં આવેલા પશુ આરોગ્ય મેળામાં પશુના રસીકરણ અને વિવિધ રોગ સંબંધમાં જાગૃત રહેવા અને પશુપાલનમાં વૈજ્ઞાાનિક અભિગમ રાખવા સંબંધે ઉપસ્થિત રહેલા પશુ પાલકોને નિષ્ણાતો દ્વારા જરૃરી માર્ગદર્શન આપવામાં આવ્યાનું જિલ્લા પશુપાલન અધિકારી ડા. એસ. આઇ. પટેલ દ્વારા જણાવવામાં આવ્યુ હતું.તેમણે કહ્યું કે ૩૮ પશુને તબીબી સારવાર આપવામાં આવી હતી.એક ગાય પર શક્રિયા કરવામાં આવી હતી.૪૬ પશુને જાતિય સારવાર અપાઇ હતી. ૬૮૪ પશુને કૃમિનાશક દવા પીવડાવવામાં આવી હતી.તેમાં ૪૦ ગાય, ૫૯ ભેંસ, ૪૦૦ ઘેંટા અને ૨૭૦ બકરાનો સમાવેશ થયો હતો.


