ભાવનગર : જીયુવીએનએલ અને તેને સંલગ્ન તાબાની વીજ કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓના પોલીસી લેવલના પડતર પ્રશ્નોનો નિકાલ અને વર્ષો જૂના નિયમોનું રિવ્યું કરવા માટે ડાયરેક્ટર અને મેનેજીંગ ડાયરેક્ટ સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.આ ઉપરાંત વીજ અકસ્માતમાં મૃત્યુ પામેલા અપરણિત યુવા કર્મચારીઓના ભાઈ-બહેનને કુટુંબની વ્યાખ્યામાં સમાવી તેઓને નોકરી આપવા માંગણી કરવામાં આવી છે.વિવિધ કંપનીના મેનેજીંગ ડાયરેક્ટ અને જીયુવીએનએલના ડાયરેક્ટર સાથે આગામી સમયમાં મિટીંગ યોજાનારી છે.આ મિટીંગમાં કર્મચારીઓના પડતર પ્રશ્નો જેવા કે ડિસ્કોમ કંપનીઓમાં ત્રીજા અને ચોથા વર્ગના વીજ કર્મચારીઓને વતનમાં બદલીના હક્ક મળે તેમજ ઊર્જા ક્ષેત્રની સાતેય કંપનીમાં અલગ-અલગ ગ્રાનઉન્ડ પર ડેપ્યુટેશન હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓને અગાઉ ઓટીએમટી હેઠળ ખૂબ જ ઓછા કર્મચારીઓને લાભ મળેલ અને સિનિયરોને અન્યાય કરવામાં આવ્યો હોય, ડેપ્યુટેશનના ઓર્ડરોને કાયમી કરી ઈન્ટર કંપની રિકવેસ્ટ ટ્રાન્સફરની પોલીસ બનાવી બદલીઓના લાભ આપવા તેમજ વીજ અકસ્માતથી ટેકનિકલ કર્મચારી કે જે અપરિણીત હોય અને યુવાવસ્થામાં મૃત્યુ પામનાર કર્મચારીઓના વૃધ્ધ માતા-પિતાને હૂંફ મળી રહે તે માટે તેમના ભાઈ-બહેનને કુટુંબની વ્યાખ્યામાં સમાવી નોકરી આપવા અને રહેમરાહે નોકરી મેળવાનારાની જીએસઓ-૨૯૫ અંતર્ગત આવક મર્યાદા રૂા.૬૦,૦૦૦ના બદલે સુધારો કરી રૂા.૧.૨૫ લાખ જેટલી તો કરવા, ત્રીજા વર્ગના કર્મચારીને બાયપાસ કરીને ચોથા વર્ગના કર્મચારીને સીધા જ બીજા વર્ગના કર્મચારી (જુનિયર ઈજનેર) તરીકે પ્રમોશન આપવું વ્યાજબી ન હોય, હાલમાં કંપનીઓમાં મીટર ટેસ્ટર ગ્રેડ-૧/૩ બાબતે ગંભીર ઉચ્ચ સ્તરીય વિવાો ચાલી રહ્યા છે. વહીવટીય પરિપત્ર ૬૩૮ બાબતે અને મીટર ટેસ્ટર બાબતે તમામ કંપનીઓમાં સમાન નીતિ અમલીકરણ માટે પોલીસ બનાવી ફિલ્ડમાં અમલ કરાવા અને કંપનીઓમાં ડિસ્ટન્સ લર્નિંગ એજ્યુકેશન કોર્ષ માટે માન્ય યુનિ.ના નિયમોનું અલગ-અલગ પાલન થતું હોય, નીતિ-નિયમો એક સમાન બનાવી ફિલ્ડમાં અમલ કરાવવા માંગણી સાથે મિટીંગમાં તેનો હકારાત્મક નિરાકરણ લાવવા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.


