0સીરિયાના અબુ ખશાબ નામના નાનકડા શહેરમાં યોજાયેલી ઈફ્તાર પાર્ટીમાં
આઈએસના આતંકવાદીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં સાતનાં મોત થયા હતા અને ચારને ગંભીર ઈજા પહોંચી હતી.અમેરિકાના સમર્થનથી ચાલતી સીરિયન ડેમોક્રેટિક રિફોર્મ્સના અધિકારીએ રમજાન માસ ચાલતો હોવાથી ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું.બ્રિટિશ હ્મુમન રાઈટ્સ સંસ્થાએ દાવો કર્યો હતો કે પાર્ટીમાં આઈએસનો આતંકી ઘૂસી ગયો હતો અને ચાલુ પાર્ટીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.લોકો કંઈ સમજે તે પહેલાં જ સાતનાં મોત થઈ ગયા હતા. હુમલામાં ઘણાં લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા.એમાંથી ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી છે.અહેવાલો પ્રમાણે દૈર અલ ઝોર પ્રાંતમાં આ ઘટના બની હતી.મોટરસાઈકલ પર આવેલો આતંકવાદી ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યો કે તરત જ તેણે ફાયરિંગ કરી દીધું હતું.તેનો ઈરાદો અધિકારીને નિશાન બનાવવાનો હતો.આ ફાયરિંગમાં સીરિયન ડેમોક્રેટિક રિફોર્મ્સના પ્રવક્તાનું પણ મોત થયું હતું.આ પ્રાંત આઈએસના કબજામાં હતો.એ વખતે કુર્દિશ આતંકવાદીઓ હુમલા કરતા હતા, પરંતુ હવે ફરીથી આ વિસ્તારમાં આઈએસના આતંકીઓ હુમલા કરવા લાગ્યા છે.અંધાધૂંધ ગોળીબાર કરીને આઈએસનો આતંકી નાસી છૂટયો હતો.