કોરોનાનુ સંક્રમણ વધે તો પરિસ્થિતિ બની શકે છે ગંભીર
નવી દિલ્હી, તા. ૨૩ : એક નિષ્ણાંતના કહેવા અનુસાર ભારતમાં ૪૦ હજાર વેન્ટીલેટર ચાલુ સ્થિતિમાં છે.જો કોરોનાનો ફેલાવો વધે અને ૫ ટકા લોકો પણ આ આઈસીયુમાં શ્વાસની તકલીફ માટે ભરતી કરવામાં આવે તો આ આંકડો અપુરતો બને તેમ છે. રવિવારે કોરોનાના દર્દીઓમાં તીવ્ર વધારો નોંધાયો છે.૪૫ નવા દર્દીઓ સાથે કુલ આંકડો ૩૬૦ થયો છે,જ્યારે ૭ લોકોના મોત થયા છે.ઈટલી અને ઈરાનમાં શરૂઆતમાં આવી જ સ્થિતિ હતી, પછી દર્દીઓની સંખ્યામાં એકદમ વધારો થતા આરોગ્ય સુવિધાઓ આપવી અઘરી બની હતી.કોરોના વાયરસ ફેફસા પર હુમલો કરે છે તેના લીધે કેટલાક કેસમાં ન્યુમોનિયા થવાથી શ્વાસની તકલીફ ઉભી થાય છે.આ સ્થિતિમાં પેશન્ટને જીવતો રાખવા માટે વેન્ટીલેટર દ્વારા તેના ફેફસામાં હવા પહોંચાડવામાં આવે છે.ઈન્ડીયન સોસાયટી ઓફ ક્રીટીકલ કેરના પ્રમુખ ડો. ધ્રુવ ચૌધરી અનુસાર દેશભરમાં લગાવેલ અને કામ કરતા વેન્ટીલેટરોની સંખ્યામાં લગભગ ૪૦ હજાર જેટલી છે.