મુંબઈ : આગામી ચોમાસાને અનુલક્ષીને થાણેમાં ૧૭૦ ઈમારતોને જોખમી અને તેમાંથી ૭૩ અતિશય જોખમી જાહેર કરવામાં આવી છે.વાગલે એસ્ટેટ,કલવા અને મુબ્રામાં અનેક ગેરકાયદે બાંધકામો જોખમી છે.આ ઉપરાંત નૌપાડા પરિસરમાં કેટલીય ઈમારતો જર્જરીત થઇ ગઇ છે.મહાપાલિકાએ જોખમની સંભાવનાને આધારે ઈમારતોનું વર્ગીકરણ શરુ કર્યું છે.નૌપાડાની ૪૫ ઈમારતોને અતિશય જોખમી કેટેગરીમાં સમાવાઈ છે.મુમ્બ્રામાં ૮૫ ઈમારતોને જોખમી ઠેરાવાઈ છે.


