પલસાણાના કારેલી ગામેથી કોમર્શયલ ગેસના 24 બોટલ માંથી 1.51 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

175

બારડોલી : હાલમાં જ સ્ટેટ મોનીટરીંગ સેલ હેડ તરીકે સાફ સુતરી છબી ધરાવતા આઈ.પી.એસ.ઓફિસર નિલિપ્ત રાયની નિમણૂક હતા બુટલેગરમાં ફફડાટ ફેલાયો છે છતાં પણ બુટલેગર બીલી પગે નવીનવી તરકીબો અજમાવી વિદેશી દારૂની હેરાફેરી કરતી હોય છે સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે શુકવારે બાતમી આધારે બુટલેગરની આવી જ એક નવી કોશિશ નાકામ કરી હતી પોલીસે ટેમ્પામાં રહેલા 24 કોમર્શયલ ગેસ સિલિન્ડર માંથી 1.51 લાખની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો હતો

મળતી માહિતી અનુસાર એલ.સી.બી શાખાના પોલીસ માણસો સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમા ગેરકાયદેસર વિદેશીદારૂની પ્રવૃતિ શોધી કાઢવા બાબતે પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન એલ.સી.બી.સુરત ગ્રામ્યના હે.કો.ચિરાગકુમાર જયંતિલાલ તથા પો.કો ભરતભાઇ ગાભાભાઇ નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે ચોક્કસ બાતમી હકિકત મળેલ કે , “ મોજે કારેલી ગામ તા.પલસાણા ખાતે રહેતો મીહીર મુકેશભાઇ પરમારે પોતાના કબજાનો એક લાલ તથા બ્લ્યુ કલરનો એચ.પી.ગેસ લખેલ ટાટા ટેમ્પો નંબર- GJ – 18 – AV – 9545 માં ગેસના બાટલાઓમાં ખાના બનાવી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરીને બારડોલી તાલુકાના રજવાડ ગામે મંદિર ફળીયામાં રહેતા તેના મામા જીતેન્દ્રભાઇ જેરામભાઇ માહ્યાવંશીના ઘરની આગળ મુકી રાખેલ છે ” તેવી ચોક્કસ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા બાતમી મુજબના એચ.પી ગેસના કોમર્સીયલ બાટલાઓ ભરેલ ટાટા ટેમ્પો નંબર GJ 18 – AV – 9545 ઉભેલ હતો ટેમ્પોમા ભરેલ એચ.પી ગેસના બાટલાઓ તપાસતા કુલ્લ 29 બાટલાઓ મળી આવેલ જેમા 24 ગેસના બાટલાઓ નીચેના ભાગે કાપી તેમા ગુપ્તખાના બનાવી મોટા પ્રમાણમા વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે ઘટના સ્થળેથી 1,51,200 ની કિંમતની વિદેશી દારૂની 1632 નંગ બોટલ 2 લાખની કિંમતનો ટેમ્પો તેમજ 14,500 ની કિંમતના ગેસ સિલિન્ડર મળી કુલ 3,65,700 ની કિંમતનો મુદામાલ કબ્જે કરી આરોપી મિહિર મુકેશભાઈ પરમારની અટકાયત કરી વધુ તપાસ હાથધરી હતી

Share Now