નવી દિલ્હી,તા.1 મે 2022 : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગનો આજે 67મો દિવસ છે અને રશિયાએ યુક્રેનને બરબાદીના આરે લાવી દીધુ છે.જોકે યુક્રેન એ પછી પણ રશિયાની સામે ઝુકવા માટે તૈયાર નથી.મળતા અહેવાલો પ્રમાણે રશિયાએ યુક્રેનના મહત્વના ગણાતા ઓડેસા એરપોર્ટેન તબાહ કરી નાંખ્યુ છે.ઓડેસા એરપોર્ટ પરનો રનવે રશિયન સેનાએ રોકેટ મારો કરીને ઉડાવી દીધો હતો.બીજી તરફ યુક્રેને પણ તેનો બદલો લઈને રશિયાના બે સુખોઈ ફાઈટર જેટ અને સાત યુએવી તોડી પાડયાનો દાવો કર્યો છે.બંને દેશોના યુધ્ધમાં અમેરિકાની સાથે સાથે યુરોપના દેશો પણ હવે યુક્રેનને મદદ કરવા માટે ખુલીને આગળ આવી રહ્યા છે.નોર્વેએ યુક્રેનને એન્ટી એરક્રાફ્ટ સિસ્ટમ મોકલી આપી છે.ડેનમાર્ક પણ હવે મોટા પાયે યુક્રેનનને હથિયારો આપવાની યોજના બનાવી રહ્યુ છે.જેમાં બખ્તરબંધ વાહનો, મોર્ટાર અને પિરાન્હા મિસાઈલ્સનો સમાવેશ થાય છે.