ઉત્તર પ્રદેશમાં દરોડા વખતે પોલીસની મારપીટથી યુવતીનું મોત થતાં હોબાળો

130

લખનઉ : ચંદૌલી જિલ્લાના સૈયદરાજા વિસ્તારમાં પોલીસના દરોડા દરમિયાન શંકાસ્પદ પરિસ્થિતિઓમાં એક યુવતીનું મોત થયું છે.આ કેસમાં સસ્પેન્ડેન્ડ પીઆઇ સહિત છ પોલીસકર્મીઓ વિરુદ્ધ બિન ઇરાદાપૂર્વક હત્યાનો કેસ દાખલ કર્યો છે.સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે માગ કરી છે કે આરોપી પોલીસકર્મીઓની વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરવામાં આવે. ચંદૌલી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ અંકુર અગ્રવાલે જણાવ્યું હતું કે સૈયદરાજા પોલીસ સ્ટેશનના મનરાજપુર ગામમાં પોેલીસની એક ટીમ રવિવારે ગેંગસ્ટર કન્હૈયા યાદવને પકડવા માટે તેના ઘરે ગઇ હતી.પોલીસ પર આરોપ મૂકવામાં આવ્યો છે કે આરોપી ઘર પર ન મળતા તેણે તેના પરિવારજનો સાથે મારપીટ કરી હતી.તેમણે જણાવ્યું હતું કે પરિવારજનોનો આરોપ છે કે એક પોલીસકર્મીએ ઘટના દરમિયાન વેપારીની ૨૪ વર્ષની પુત્રી પર બળાત્કાર ગુજાર્યો હતો.મારપીટ અને બળજબરીને કારણે તેનું મોત થયું હતું.યુવતીના આગામી મહિને લગ્ન થવાના હતાં.

અગ્રવાલે જણાવ્યું હતું કે ઘટનાની જાણકારી મળવા પર ગ્રામીણોએ પોલીસની ટીમને ઘેરી લીધી હતી અને કોેન્સ્ટેબલ મુકેશ કુમાર અને હોંમગાર્ડના જવાન છવિનાથને મારી મારીને ઘાયલ કરી દીધો હતો.છવિનાથની સ્થિતિ ગંભીર બની જતા તેને વારાણસીના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો.મુકેશની સારવાર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે.તેમણે જણાવ્યું હતું કે આ કેસમાં મૃત યુવતીના ભાઇની ફરિયાદને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ઉદ યપ્રતાપ સિંહ અને ચાર મહિલા પોલીસકર્મીા સહિત છ લોકો પર બિન ઇરાદાપૂર્વક હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

Share Now