આજે ઈદ-ઉલ-ફિત્રની હર્ષોલ્લાસભેર ઉજવણી

128

ભાવનગર : ઈસ્માલ ધર્મના પવિત્ર રમઝાન માસની કઠીન રોજા સાથે અલ્લાહની ઈબાદત કરવામાં આવી હતી.દરમિયાનમાં આજે ઈદનો ચાંદ દેખાતા આવતીકાલે મંગળવારે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ઈદ-ઉલ-ફિત્રની પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરાશે.ઈદના તહેવાર નિમિત્તે શહેર-જિલ્લામાં આવેલી તમામ મસ્જિદોમાં વહેલી સવારે ખાસ નમાઝ અદા કરવામાં આવશે.અલ્લાહની બંદગીના પવિત્ર રમજાન માસના ૩૦ રોજા પૂરા થયા છે.સાથો સાથ ઈદના ચાંદના દિદાર થતાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આવતીકાલે તા.૩-૫ને મંગળવારે ઈદ-ઉલ-ફિત્ર (રમજાન ઈદ)ના તહેવારની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવશે. મુસ્લિમ બિરાદરો દ્વારા મંગળવારે સવારે ઈદગાહ અને મસ્જિદોમાં ઈદની નમાજ અદા કરાશે. નમાજ બાદ એેકબીજાને ગળે લગાડી પરસ્પર ઈદની મુબારકબાદી પાઠવશે.બાદ કબ્રસ્તાનોમાં આવેલ મર્હુમાની કબર પર ફૂલ ચઢાવાશે.આ ઉપરાંત એક-બીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવવામાં આવશે.જ્યારે ઈદ અને વાસી ઈદના દિવસે હરવા-ફરવાના સ્થળોએ મુસ્લિમ બિરાદરોનો માનવ મહેરામણ સહપરિવાર ઉમટી પડશે.

મુસ્લિમ સમાજ દ્વારા આવતીકાલે મંગળવારે ઈદની ઉજવણી થશે.તો આજે સોમવારે દાઉદી વ્હોરા સમાજે પવિત્ર રમજાન માસ પૂરો થતાં ઈદની ઉજવણી કરી હતી.ઈદ નિમિત્તે ભાવનગર શહેરના વોરાવાડમાં આવેલ મસ્જિદ અને વોરા સમાજના આમીલસા સહિતના પાક સ્થળોએ ઈદની ખાસ નમાજ પઢાવી દુઆઓ કરાઈ હતી.નમાજ બાદ એકબીજાને ગળે લગાડી પરસ્પર ઈદની મુબારકબાદી પાઠવી હતી.શહેરના કરચલિયા પરા, ઘોઘાસર્કલ અને ઘોઘા સહિતના સ્થળોએ આવેલા વ્હોરા સમાજના કબ્રસ્તાનમાં જઈને મર્હુમાની કબર પર ફૂલ ચઢાવી દુઆઓ કરાઈ હતી.દાઉદી વ્હોરા સમાજની અંજુમને જમાત બુરહાની કમિટીના આગેવાનો અને કાર્યકરોએ પરસ્પર શુભેચ્છા પાઠવી હતી.

Share Now