મુંબઈ, તા. 02 મે 2022 સોમવાર : અમરાવતીના સાંસદ નવનીત રાણાના વકીલ રિઝવાન મર્ચેન્ટે દાવો કર્યો છે કે સાંસદ નવનીત રાણાને જેલમાં યોગ્ય સારવાર મળી રહી નથી.રિઝવાન મર્ચેન્ટે બાઈકુલા જેલના સુપરિટેન્ડેન્ટને પત્ર લખ્યો છે.જેમાં તેમણે દાવો કર્યો છે કે નવનીત રાણા સ્પોંડિલોસિસ સામે લડી રહ્યા છે.તેમને સીટી સ્કેનની સુવિધા આપવામાં આવી રહી નથી.તેમણે આગળ લખ્યુ, લાંબા સમય સુધી નવનીત રાણાને ટાઈલ્સ પર બેસવા અને સૂવા માટે મજબૂર કરવામાં આવ્યા.એવામાં સ્પોંડિલોસિસના કારણે તેમને દુખાવો વધી ગયો છે.સીટી સ્કેન વિના આગળની સારવાર કરી શકાશે નહીં.એટલુ જ નહીં આ લેટરમાં ADG મહારાષ્ટ્ર જેલ અને લોકસભા સ્પીકરને પણ માર્ક કરવામાં આવ્યા છે.વકીલનો આરોપ છે કે મેડીકલ ચેકઅપ બાદ નવનીત રાણાને સીટી સ્કેનની સલાહ આપવામાં આવી હતી પરંતુ વહીવટીતંત્રએ આની પરવાનગી આપી નહીં, જે જે હોસ્પિટલએ લેખિતમાં આપ્યુ હતુ કે સ્પોંડિલોસિસની તપાસ માટે સીટી સ્કેન કરાવવુ જરૂરી છે.વકીલે કહ્યુ, જેલ વહીવટીતંત્ર દ્વારા આવુ કરાવાયુ નથી.રિઝવાન મર્ચેન્ટે કહ્યુ, જો નવનીત રાણાને કંઈ થશે તો તેમના સ્વાસ્થ્ય માટે વહીવટીતંત્ર જવાબદાર રહેશે.અમારા ક્લાઈન્ટનુ સીટી સ્કેન કરાવવા માટે તમારી ઓફિસમાંથી ઘણીવાર અપીલ કરવામાં આવી પરંતુ દુર્ભાવનાના કારણે અનુમતિ આપવામાં આવી નથી.આ ફરિયાદની કોપી એડીજી પોલીસ અને લોકસભા સ્પીકરને મોકલવામાં આવી છે.