– કારખાનું ચલાવનાર બંને શખ્સો ટીશર્ટ પર પુમા,નાઇક,એડીદાસ ના લોગો લગાવી ઓનલાઇન તેમજ છુટક વેચાણ કરતાં હતા
બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં વરેલીમાં બ્રાન્ડેડ કંપનીઓના લોગો લગાવી લોઅર અને ટી-શર્ટ બનાવતું કારખાનુ ઝડપાયું છે.સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે રેડ કરી 11 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે. સુરત ગ્રામ્ય એલસીબીની ટીમને બાતમી મળી હતી કે પસલાણા તાલુકાના વરેલી ગામે બ્રાન્ડેડ કંપનીના લોગો લગાવી ટીશર્ટ તેમજ લોઅર બનાવી ઓનલાઇન તેમજ છુટકમાં વેચાણ કરી રહ્યા છે.જે બાતમી આધારે એલસીબીની ટીમે રેઇડ કરી હતી.
મળતી માહિતી અનુસાર સુરત ગ્રામ્ય એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હે.કો ચીરાગભાઇ તથા હે.કો રાજેશભાઇને બાતમી મળી હતી કે પલસાણા તાલુકાના વરેલી ગામે આવેલ દત્તકૃપા સોસાયટીના લક્ષ્મી કોમ્પલેક્ષના પ્રથમ માળે ટીશર્ટ તેમજ લોઅર પેન્ટ બનાવી તેની ઉપર બ્રાન્ડેડ કંપનીના પુમા,નાઇક,એડીદાશના લોગો લગાવી ઓનલાઇન તેમજ છુટક વેચાણ કરી રહ્યા છે.જે બાતમી આધારે સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે સ્થળ પર જઇ રેઇડ કરતા બ્રાન્ડેડ કંપનીના લોગો લગાવેલ ટીશર્ટ, લોઅર,કાપડના રોલ,સીલાઇ કરવાની અલગ અલગ મશીનો કાપડ મળી કુલ રૂ,1187750 નો મુદ્દામાલ પોલીસે કબજે કરી કારખાનુ ચલાવનાર દેવતાપ્રસાદ અયોધ્યા પ્રસાદ પાંડે ઉ.વ 46 ૨હે વરેલી દત્તકુપા સોસાયટી લક્ષ્મીકોમ્પલેક્ષ મુળ રહે યુપી તથા મુકેશ કુમાર રાજેન્દ્રપ્રસાદ વર્મા ઉ.વ 37 રહે કડોદરા નુરી મીડીયાની પાછળ રીયલ સ્ક્વેર મુળ રહે બીહાર જેઓને પોલીસે ઝડપી પાડી ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.