યહુદીઓના સૌથી મોટા દુશ્મન યહુદી જ હતા : રશિયન વિદેશ મંત્રીના નિવેદન પર ઈઝરાયલ વિફર્યુ

151

– યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ પણ લાવરોવના નિવેદનની નિંદા કરી છે

નવી દિલ્હી, તા. 02 મે 2022, મંગળવાર : ઈઝરાયલે સોમવારે રશિયાના વિદેશમંત્રીની નાઝીવાદ (Nazism) સબંધી અને યહુદી વિરોધી તે અક્ષમ્ય ટીપ્પણીની નિંદા કરી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, એડોલ્ફ હિટલર યહુદી હતા.આ ટિપ્પણી પર ઈઝરાયેલે રશિયન રાજદૂતને સમન્સ પાઠવ્યું હતું અને કહ્યું હતું કે, આ ટિપ્પણીમાં યહૂદીઓ તેમના પોતાના નરસંહારમાં સામેલ હોવાનો આરોપ છે.આ ઘટના એવા સમયે બંને દેશોની વચ્ચે બગડતા સબંધોનો સંકેત આપી રહ્યા છે જ્યારે ઈઝરાયેલે રશિયા-યુક્રેનમાં પોતાને તટસ્થ રાખવાનો પ્રયત્ન કર્યો છે.

રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, યુક્રેનમાં હજું પણ કેટલાક નાઝી હોય શકે છે.ભલે દેશના રાષ્ટ્રપતિ (ઝેલેન્સકી) સહીત અમૂક લોકો યહુદી હશે. લાવરોવે કહ્યું હતું કે, જ્યારે તેઓ કહેતા હતા કે, જો અમે યહૂદી છે તો નાઝીકરણ કેવી રીતે હોઈ શકે? મારા મતે હિટલર પણ યહૂદી જ હતો એટલા માટે તેનો કોઈ મતલબ નથી.ઘણી વાર અમે યહૂદી લોકોથી સાંભળ્યું હતું કે, યહૂદીઓના સૌથી મોટા દુશ્મન યહૂદી જ હતા.

ઈઝરાયેલના વિદેશ મંત્રી યાપર લાપિડે લાવરોવના નિવેદનને અક્ષમ્ય અને નિંદનીય તથા ભયંકર ઐતિહાસિક ત્રુટી ગણાવી હતી.હિટલર દ્વારા કરવામાં આવેલા નરસંહારને જોનાર એક વ્યક્તિએ પુત્ર લાપિડને કહ્યું હતું કે, નરસંહારમાં યહૂદીઓએ પોતે જ પોતાની હત્યા નથી કરી.યહૂદીઓ પ્રત્યે ભેદભાવ માટે યહૂદીઓને જ જવાબદાર ગણાવતી ટીપ્પણી નસ્લવાદની નીચા સ્તરની ટીપ્પણી છે.ઈઝરાયેલના વડાપ્રધાન નફ્તાલી બેનેટે પણ લાવરોવની ટીપ્પણીઓની ટીકા કરી છે અને કહ્યું કે, લાવરોવના શબ્દ અસત્ય છે અને ઈરાદા ખોટા છે.યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ પણ લાવરોવના નિવેદનની ટીકા કરી છે.

Share Now