RBIએ વ્યાજદર વધારતા લોનના હપ્તા મોંઘા થશે

145

નવી દિલ્હી,તા. 4 મે 2022,બુધવાર : ભારતમાં મોંઘવારી માઝા મુકી રહી રહી છે.કોરોનાકાળ બાદ આવેલ ઝડપી રિકવરીને કારણે પડતર વધતા દેશમાં ચોતરફ મોંઘવારી વધી રહી હતી અને તેવામાં જ 24મી ફેબ્રુઆરીએ ફાટી નીકળેલા રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ક્રૂડના ભાવ આસમાને પહોંચતા ભારત સહિત વિશ્વભરમાં મોંઘવારી રોકેટ ગતિએ વધી રહી છે.આ મોંઘવારીના વિષચક્રને કાબૂમાં લેવા માટે સેન્ટ્રલ બેંકોએ વ્યાજદરમાં વધારો કરવો જરૂરી બન્યો છ

ભારતના અર્થતંત્રને પણ રશિયા-યુદ્ધને કારણે નુકશાન થઈ રહ્યું છે

મોંઘવારીનો માર દેશના અર્થતંત્ર પર વર્તાઈ રહ્યો છે

આ સ્થિતિમાં રૂલબુક પ્રમાણે મોનિટરી પોલિસી કમિટીએ વર્તવું જરૂરી નથી

મોંઘવારી સામે લડવા વ્યાજદરમાં 0.40%નો વધારો કર્યો

RBIએ રેપો રેટ વધારીને 4.40% કર્યા

સતત 12 વખત વ્યાજદરમાં ફેરફાર ન કરવાનો સિલસિલો તૂટ્યો

ઓગષ્ટ, 2018 બાદ પ્રથમ વખત વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો

MPCના તમામ સભ્યોએ રેટ હાઈકમાં સંમતિ દર્શાવી

અકોમોડેટીવ સ્ટેન્ડ યથાવત રાખવાનો નિર્ણય

RBIએ વ્યાજદરમાં વધારો કરતા શેરબજારમાં હાહાકાર :

ભારતીય શેરમાર્કેટને વ્યાજદરમાં વધારો થતા ઝાટકો લાગ્યો છે

RBIએ વ્યાજદર વધારતા સેન્સેકસ-નિફટી ધડામ

સેન્સેકસ 1000 અંક ગગડીને

નિફટી 50 ઈન્ડેકસ પણ 1.70%ના કડાકા સાથે 16,800 નીચે સર્કયો

નિફટી બેંકમાં 500 અંકોનો કડાકો

PSU બેંક ઈન્ડેકસ 1% તૂટ્યો

BSE તમામ સેક્ટોરિયલ ઈન્ડાયસિસ નેગેટીવ ઝોનમાં સર્કયા

10 વર્ષના ભારત સરકારના બોન્ડની યિલ્ડ એકાએક ઉછળીને 7.40%ને પાર નીકળી

RBIના નિર્ણયથી રૂપિયામાં મજબૂતી

ડોલરની સામે ભારતીય ચલણ 12 પૈસા મજબૂત

ગઈકાલના બંધ 76.285ની સામે રૂપિયો 76.32 પ્રતિ યુએસ ડોલરના લેવલે

ઈન્ટ્રાડેમાં રૂપિયો 76.176 ના સ્તર સુધી ઉંચકાયો હતો

લિક્વિડિટી ઘટાડવા CRRમાં વધારો :

હાલના તબક્કે સિસ્ટમમાં 7.25 લાખ કરોડની વધારાની લિક્વિડિટી હોવાની RBIની કબૂલાત

આરબીઆઈ સિસ્ટમમાંથી વધારીની લિક્વિડિટી પરત ખેંચશે

CRRમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો

કેશ રિઝર્વ રેશિયો CRR વધારીને 4.50% કરવામાં આવ્યો

21મી મે થી આ વધારો લાગુ થશે

CRR વધતા સિસ્ટમમાંથી રૂ. 87,000 કરોડ પરત ખેંચાશે

Share Now