શું દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સામુદાયિક સ્તર પર થવાનું શરૂ થઇ ગયું? આ પ્રશ્નના જવાબમાં ICMRના મહામારી નિષ્ણાત ડૉ.આરઆર ગંગાખેડકરે કહ્યું કે આ મંગળવારના રોજ ખબર પડશે. તેમણે રવિવારના રોજ કહ્યું કે અત્યારે એ જણાવાની સ્થિતિમાં નથી કે કોમ્યુનિટી ટ્રાન્સમિશન થઇ રહ્યું છે કે નહીં. મેથમેટિકલ મોડલિંગ પર કામ થઇ રહ્યું છે અમને મંગળવાર સુધીમાં કેટલી માહિતી મળશે.
મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હી સૌથી વધુ પ્રભાવિત
સુરતમાં 69 વર્ષના એક વ્યક્તિનું મોત થયું, ગુજરાતમાં કોવિડ-19નો આ પહેલો દર્દી હતો જેનું મોત થયું. તેમનો વિદેશ યાત્રાનો કોઇ ઇતિહાસ નહોતો પરંતુ તેઓ વાયરસથી પ્રભાવિત દિલ્હી અને જયપુર ચોક્કસ ગયા હતા. ગુજરાતમાં કોરોનાના સાત નવા સંક્રમિત મળ્યા જેમાં ત્રણની ઉંમર 60 વર્ષથી ઉપર છે. મહારાષ્ટ્ર કોરોના સંક્રમણના મામલામાં દેશનું સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે જ્યાં અત્યાર સુધીમાં 89 લોકોમાં બીમારીની પુષ્ટિ થઇ ચૂકી છે. રાજ્યમાં કોવિડ-19ના બે દર્દીના મોત પણ થઇ ચૂકયા છે. ત્યાં 67 કેસની સાથે કેરળ બીજા નંબર અને દિલ્હી 30 કેસ અને એકનું મોત સાથે દિલ્હી ત્રીજા નંબર પર પ્રભાવિત દેશ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયનો રાજ્યોને નિર્દેશ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયમાં સંયુકત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે રાજ્યોને પોતાના સ્તરથી જોખમની આકરણી કરતાં વિસ્તારોની ઓળખ કરવાનું કહ્યું છે જ્યાં લોકડાઉનની જરૂરિયાત છે. તેમણે કહ્યું કે વાયરસ ખૂબ જ દમદાર છે અને તેના ફેલાવાની ગતિ ખૂબ જ તેજ છે. તેમણે એ વાત પર જોર આપ્યું કે સંક્રમણની શ્રૃંખલા તોડવા માટે લોકડાઉન જરૂરી છે. અગરવાલે કહ્યું કે હરિયાણાના ઝજ્જર સ્થિત 80 બેડની નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટને કોવિડ-19 દર્દીની સારવાર માટે રિઝર્વ કરાઇ રહ્યા છે. તેમણે કહ્યું કે 1200 વેન્ટિલેટર્સનો ઓર્ડર આપ્યો છે.
એક સારા સમાચાર
અધિકારીઓએ તેનો પણ સંકેત આપ્યો કે દેશમાં કોરોનાથી સંક્રમણના કેસમાં વૃદ્ધિના લીધે છેલ્લાં કેટલાંક સપ્તાહમાં અમેરિકા, યુકે જેવા ખરાબ પ્રભાવિત દેશોથી ભારતીયોની વાપસી થઇ રહી છે. સારી વાત એ છે કે સાડા ચાર વર્ષની એક છોકરી અસમની પહેલાં શંકાસ્પદ તરીકે સામે આવી હતી પરંતુ તપાસમાં સંક્રમણ જોવા મળ્યો નહીં.
બેદરકારીનું ઉદાહરણ
રાજસ્થાનના જોધપુરનો એક 39 વર્ષનો શખ્શ ટ્રેનથી દિલ્હીથી જયપુર ગયો હતો. તેમાં કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું છે. તેની સાથે જ રાજસ્થાનમાં દર્દીઓની સંખ્યા વધીને 26 થઇ ગઇ. તાજેતરમાં તુર્કીથી આવ્યો હતો અને 18મી માર્ચના રોજ પરત થયો હતો. પંજાબમાં સાત નવા કેસ સામે આવ્યા. તેમાં બલદેવ સિંહના પરિવારના ચાર સભ્ય સામેલ છે જેનું કોવિડ-19થી 18મી માર્ચના રોજ દેહાંત થયું. બાકી ત્રણ સંક્રમિતોમાં બે લોકો બલદેવની સાથે જર્મની અને ઇટલી ગયા હતા જ્યારે એક તેના ગામના સરપંચ છે. બલદેવની સાથે જર્મની-ઇટલી જનારામાં એક સંત ગુરૂબચન સિંહે તો આનંદપુર સાહિબમાં હોલા મોહલ્લા સમારંભમાં પણ સામેલ થયા હતા. તો ત્રીજા સાથી દલજિંદર સિંહ વિદેશથી આવીને લોકો સાથે ખૂબ બધાને મળતા રહ્યા.
5% દર્દીને જ દાખલ કરવાની જરૂર: ICMR
ICMRના ડીજી ડૉ. બલરામ ભાર્ગવે કહ્યું કે 80 ટકા કેસમાં સામાન્ય બીમારી હોય છે. તેમને સંક્રમણની ખબર પણ પડતી નથી. 20 ટકા કેસમાં કોવિડ-19થી તાવ અને ખાંસી આવે છે અને અંદાજે 5 ટકા સંક્રમિતોને દાખલ કરવાની જરૂર પડે છે. તેમણે કહ્યું કે ગંભીર રીતે બીમારી દર્દીઓની સારવાર અલગ-અલગ લક્ષણોના આધાર પર જ કરાય રહી છે. તેમણે કહ્યું કે કેટલીક દવાઓના કોમ્બિનેશન અજમાવાય છે પરંતુ સારવાર માટે હજુ સુધી સટીક દવા મળી નથી. ઇટલી, અમેરિકા અને યુકેમાં હજુ પણ મોતનો સિલસિલો ચાલુ છે જ્યાં સ્વાસ્થ્ય તંત્ર સૌથી વધુ દુરસ્ત છે.