ચીખલી ના ચાસા ગામની સીમમાંથી રેંજ આઈજીની ટીમે 2 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

127

ચીખલી : બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ સુરત રેંજ આઈજીની પ્રોહીબિશન ડ્રાઇવ ટીમના એએસઆઇ-જયેશભાઇ ગોવિંદભાઈ,જયકૃષ્ણદેવ,યુવરાજસિંહ,તાહિરઅલી શાહબુદ્દીન સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.તે દરમ્યાન એધલ ગામના હનુમાન ફળીયા ખાતે રહેતો બુટલેગર ભાવેશ વિનોદભાઈ નાયકા પટેલ પોતાની કબ્જાની ટાટા એલપીટી ટેમ્પો નં:જીજે-૦૫-બીટી-૬૭૩૩ માં વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી રેઠવાણિયાથી ચાસા ગામ થઈ પસાર થનાર છે.જે હકીકત બાતમીના આધારે પ્રોહીબિશન ડ્રાઇવ ટીમએ ચાસા ગામની સીમમાં નહેરથી ઉઢવળ ગામ તરફ જતા રોડ ઉપર વોચ ગોઠવી હતી.દરમ્યાન બાતમી મુજબનો ટાટા એલપીટી ટેમ્પો આવતા જેને સરકારી લાકડી વડે ઉભી રાખવાનો ઈશારો કરતા ટેમ્પો ચાલકે પોલીસની નાકાબંધી જોઈ નહેરની જમણી બાજુ ઉઢવળ ગામ તરફ હંકારતા પોલીસે પીછો કરતા ટેમ્પો ચાલકે ચાલુ નહેરના વહેતા પાણીમાં છોડી મૂકી ટેમ્પમાંથી ઉતરી નાસી ગયેલ બાદ પોલીસે ક્રેઇન મારફતે ટેમ્પોને નહેરમાંથી બહાર કાઢી ચેક કરતા અંદરથી વિદેશી દારૂની તેમજ ટીન બિયરની નાની મોટી બોટલ નંગ:૨૪૪૮ કિંમત રૂ.૨,૦૧,૬૦૦/- તેમજ ટેમ્પાની કિંમત રૂ.૫ લાખ ગણી કુલ્લે રૂ.૦૭,૦૧,૬૦૦/- ના મુદ્દામાલ કબ્જે કરી ટેમ્પો ચાલક ભાવેશ વિનોદભાઈ નાયકા પટેલ (રહે.એધલ ગામ હનુમાન ફળીયા તા.ગણદેવી) તેમજ માલ ભરી આપનાર અજાણ્યો ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પોલીસ કરી રહી છે.

Share Now