ધો. 10-12ની બોર્ડ પરીક્ષાઓ અંગે વહેલી તકે સ્પષ્ટતા કરવા વાલીઓની માગણી

149

મુંબઈ : રાજ્યમાં નવી શિક્ષણ નીતિ લાગુ કરવાની વાતો વચ્ચે આગામી શેક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં ધો. ૧૦ અને ધો. ૧૨ની બોર્ડ પરીક્ષાઓ રહેશે કે નહીં તે અંગે અવઢવ સર્જાઈ છે.તેના કારણે વાલીઓ પણ ચિંતામાં છે.બીજી તરફ શિક્ષકોને પણ વિદ્યાર્થીઓને બોર્ડનાં ફોર્મેટ પ્રમાણે તૈયારી કરાવવી કે કેમ તેની મૂંઝવણ છે.આ અંગે વહેલી સ્પષ્ટતાની રાહ જોવાઈ રહી છે.સ્કૂલ શિક્ષણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય શૈક્ષણિક ધોરણ બાબતની કાર્યવાહી ધીમી ગતિએ થતી હોવાથી હજી આ બાબતે કોઈ સમિતિ પણ નિયુક્ત થઈ નથી.નેશનલ એજ્યુકેશન પોલીસી અનુસાર, સ્કૂલ શિક્ષણ ૫-૩-૩-૪ એ પ્રમાણે પરિરુપ બનવાનું છે. ે. જેમાં ચોથો તબક્કો એ નવમાથી બારમા ધોરણ સુધીનો હશે.જેમાં એક વાર્ષિક પરીક્ષાને બદલે સેમેસ્ટર પ્રમાણે પરીક્ષા લેવાનું અધોરેખિત કરાયું છે.આથી દસમાની મહારાષ્ટ્ર બોર્ડની પરીક્ષા બંધ થશે કે કેમ? અને જો એવું થાય તો અગિયારમાની એડમિશન પ્રક્રિયા કઈ રીતે લેવાશે? ત્યારબાદ બારમા બાદના એડમિશનનું શું? એવા પ્રશ્નો અનેક વાલી, વિદ્યાર્થીઓ, શિક્ષકો પૂછી રહ્યાં છે.જોકે એક નિષ્ણાતના કહ્યાનુસાર, નવી નીતિમાં મૂલ્યમાપન પદ્ધતિ, પુનઃરચિત કોર્સ, પરીક્ષા પદ્ધતિમાં કેટલાંક બદલાવ જરુરી છે.નિયમ મુજબ મૂલ્યમાપન કે પરીક્ષા પદ્ધતિના બદલાવ એક વર્ષ પહેલાં નિશ્ચિત કરી જણાવવા જરુરી છે. આથી આગામી શૈક્ષણિક વર્ષમાં દસમા-બારમાની પરીક્ષા પ્રચલિત પદ્ધતિએ જ યોજાય તેવી સંભાવના વધારે છે.જોકે શિક્ષણ વિભાગના માહિતગાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતીનુસાર, શૈક્ષણિક ધોરણની કાર્યવાહી તબક્કાવાર ચાલી રહી છે.ચાર હજાર વાલીઓ સુધી એક પ્રશ્નાવલિ મોકલવામાં આવી છે. જે બાબતે વાલીઓ તરફથી જવાબ મેળવવામાં આવી રહ્યાં છે.

Share Now