નવી દિલ્હી, તા. 06 મે 2022, શુક્રવાર : જૈન આંતરરાષ્ટ્રી વ્યાપાર સંગઠન (JITO Connect 2022) એ દુનિયાભરના જૈનોને જોડનારૂં એક વૈશ્વિક સંગઠન છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘જીતો કનેક્ટ 2022’ના પુણે ખાતે યોજાનારા ત્રિદિવસીય કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રને આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધિત કરવાના છે.આ કાર્યક્રમ આજે એટલે કે, શુક્રવારે સવારે 10:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાશે.આ અંગેની જાણકારી આપતી ટ્વિટમાં વડાપ્રધાન મોદીએ લખ્યું હતું કે, 6 મેના રોજ સવારે ‘જીતો કનેક્ટ 2022’ના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરીશ.જૈન આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંગઠન દ્વારા આયોજિત આ મંચ વિભિન્ન ક્ષેત્રોમાં કામ કરતા યુવા વ્યવસાયિકોને એક સાથે લાવશે.
જૈન આંતરરાષ્ટ્રી વ્યાપાર સંગઠન (JITO Connect 2022) એ દુનિયાભરના જૈનોને જોડનારૂં એક વૈશ્વિક સંગઠન છે.જીતો કનેક્ટ એ આંતરિક નેટવર્કિંગ અને વ્યક્તિગત વાતચીત માટે અવસર પ્રદાન કરવા ઉપરાંત વ્યાપાર તથા ઉદ્યોગ જગતની મદદ કરવા માટેનો એક પ્રયત્ન છે.પુણેના ગંગાધામ એનેક્સ ખાતે તા. 6 થી 8 મે દરમિયાન ‘જીતો કનેક્ટ 2022’નું આયોજન થઈ રહ્યું છે.આ ત્રિદિવસીય કાર્યક્રમમાં વ્યાપાર તથા અર્થતંત્ર સાથે સંબંધિત અનેક મુદ્દાઓ અંગેના સત્રનો સમાવેશ કરવામાં આવેલો છે.