અમેરિકાએ કેટલીક શ્રેણીમાં ઇમિગ્રન્ટ વર્ક પરમિટની મુદત 1.5 વર્ષ વધારી

136

વોશિંગ્ટન : બાઇડેન સરકારે કેટલીક કેટેગરીના ઇમિગ્રન્ટ્સની પૂરી થઇ રહેલી વર્ક પરમિટમાં આપોઆપ એક્સ્ટેન્શનની જાહેરાત કરી છે.જેમાં ગ્રીન કાર્ડ મેળવવા ઇચ્છુક તેમજ એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન કાર્ડ્સ (EAD) ધરાવતા H-1B વિઝાધારકોના જીવનસાથીનો પણ સમાવેશ થાય છે.ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ મંગળવારે આ પગલાની જાહેરાત કરી હતી.જેનો મોટો લાભ સેંકડો ભારતીય ઇમિગ્રન્ટ્સને થવાની શક્યતા છે.નવી જાહેરાત અનુસાર ઇમિગ્રન્ટ્સની વર્ક પરમિટનો ૧૮૦ દિવસ સુધીનો એક્સ્ટેન્શન ગાળો આપોઆપ એક્સ્પાયરી તારીખથી ૫૪૦ દિવસ સુધી વધારી શકાશે.USCISના જણાવ્યા અનુસાર નાગરિક ન હોય એવા જે લોકોને એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ (EAD) રિન્યૂ કરવાનો બાકી છે અને જેમનું ૧૮૦ દિવસનું ઓટોમેટિક એક્સ્ટેન્શન પૂરું થઈ ચૂક્યું છે તેમજ EAD એક્સ્પાયર થઈ ગયો છે તેમને એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન માટે વધારાની મુદત આપવામાં આવશે.

EADની વેલિડિટી ૪ મે, ૨૦૨૨થી શરૂ થશે અને EADની એક્સ્પાયરી તારીખથી ૫૪૦ દિવસ સુધી લાગુ રહેશે.વ્યક્તિની ઓટોમેટિક એક્સ્ટેન્શનની ૫૪૦ દિવસની મુદત પૂરી ન થઈ હોય તો તે કામ શરૂ કરી શકશે અને એવું ન હોય તો પણ રોજગારીને પાત્ર ગણાશે.રિન્યૂઅલ અરજી બાકી હોય એવા જે બિનનાગરિકો ૧૮૦ દિવસના ઓટોમેટિક એક્સ્ટેન્શનની મુદતમાં આવતા હોય તેમને ૩૬૦ દિવસનું વધારાનું એક્સ્ટેન્શન આપવામાં આવશે.એટલે વર્તમાન EADની એક્સ્પાયરી તારીખથી એક્સ્ટેન્શનનો કુલ સમય ૫૪૦ દિવસ સુધીનો થશે.

Share Now