મુંબઈ પોલીસની કાર ઉત્પાદકોને હોર્નની ડેસીબલ મર્યાદા ઓછી કરવાની વિનંતી

125

મુંબઈ : ધાર્મિક સ્થળોએ લાઉડસ્પીકરોના ઉપયોગના લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે મુંબઈ પોલીસે ઓટોમોબાઈલ ઉત્પાદકોને અવાજ પ્રદૂષણ વિશે સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર વાહનોના હોર્નની અવાજ મર્યાદા ઓછી કરવાની વિનંતી કરી છે એવી માહિતી પોલીસ વિભાગના એક અધિકારીએ આપી છે.હાલમાં વાહનોના હોર્નનું પ્રમાણ ૯૨થી ૧૧૨ ડેસીબલની રેન્જમાં છે જે સર્વોચ્ચ અદાલતની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરે છે એમ અધિકારીએ જણાવ્યું.અધિકારીએ વધુમાં જણાવ્યું કે અમે હાલમાં જ વિવિધ વાહન ઉત્પાદકો સાથે એક બેઠક કરી હતી અને તેમને ધ્વનિ પ્રદૂષણ રોકવા વાહનોના હોર્નનો અવાજ ઘટાડવા કહ્યું હતું.મુંબઈ પોલીસ મોટા અવાજે હોર્ન વગાડતા વાહનચાલકો સામે પણ પગલા લઈ રહી છે એવી માહિતી આપતા અધિકારીએ જણાવ્યું કે રાત્રે હોર્ન વગાડવા પર પણ નિયંત્રણો આવી શકે.તેમણે એમ પણ જણાવ્યું કે શહેરને ધ્વનિ પ્રદૂષણ મુક્ત કરવા માટે વાહન ડીલરો સાથે પણ એક બેઠક યોજવામાં આવશે.ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસે હાલમાં જ વિવિધ ડેવલપરો અને બિલ્ડરો સાથે પણ મુલાકાત કરી હતી અને તેમને બાંધકામ કાર્ય દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ સામે પગલા લેવા જણાવ્યું હતું જેથી શહેરના નાગરિકો શોર મુક્ત રવિવાર માણી શકે.

Share Now