મુંબઇ – હિમાલય પર્વતમાળાના કાંચનજંગા શિખર પર વિજય મેળવવા જતાં મહારાષ્ટ્રના પર્વતારોહક નારાયણન ઐયર (૫૨)નું મૃત્યુ થયું હતું.પર્વતારોહક નારાયણન ઐયર ૮,૨૦૦ મીટર ઉંચા (૨૪,૦૦૦ ફૂટ) વિશ્વના ત્રીજા સૌથી ઉંચા કાંચનજંગા શિખર તરફ જવાના રસ્તે આગળ વધતા હતા ત્યારે બીમાર પડી ગયા હતા.ગાઇડે(માર્ગદર્શક) નારાયણનને નીચે તરફ ઉતરી જવાની એક કરતાં વધુ વખત સલાહ આપી હતી.આમ છતાં નારાયણન ઐયરે તે સલાહની અવગણના કરીને કાંચનજંગા શિખર તરફ આગળ વધવાનો હઠાગ્રહ રાખ્યો હતો.પાસાન્ગ શેરપાએ એવી માહિતી પણ આપી હતી કે અન્ય પર્વતારોહકો કેમ્પ નં.૪ પરથી બેઝ કેમ્પ તરફ નીચે ઉતરી રહ્યા છે.