નવી દિલ્હી, તા. 07 મે 2022, શનિવાર : સામાન્ય જનતા માટે ઘરે ભોજન રાંધવું પણ વધુ મોંઘુ બની ગયું છે.કોમર્શિયલ LPG બાદ હવે ડોમેસ્ટિક LPG સિલિન્ડરની કિંમતોમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. શનિવારે એટલે કે, આજે 14.2 કિગ્રા વજનના ડોમેસ્ટિક LPG સિલિન્ડરની કિંમતોમાં પણ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.આ ભાવવધારો શનિવારથી એટલે કે, 7 મે 2022થી જ પ્રભાવી થઈ ગયો છે.રાજધાની દિલ્હીમાં 14.2 કિગ્રા વજનના ડોમેસ્ટિક LPG સિલિન્ડરની કિંમત 999.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.અગાઉ 22 માર્ચના રોજ ઘરેલું એલપીજીની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો હતો.આ સિલિન્ડરની કિંમતોમાં એપ્રિલ મહિનામાં કોઈ વધારો નહોતો થયો.ગત 1 એપ્રિલના રોજ 19 કિગ્રા વજનના કોમર્શિયલ એલપીજીની કિંમતમાં 250 રૂપિયાનો વધારો થયો હતો.જ્યારે 1 મેના રોજ તેની કિંમતોમાં 102.50 રૂપિયાનો વધારો થયો હતો.દિલ્હીમાં હાલ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 2,355.50 રૂપિયા થઈ ગઈ છે.