મુંબઇમાં દરિયાના પાણીને મીઠું બનાવવા પાલિકા બે હજાર કરોડ ખર્ચશે

121

મુંબઇ : મુંબઇગરા માટે પાણીનો સ્ત્રોત વધારવા મુંબઇ મહાનગર પાલિકા દ્વારા સમુદ્રનું પાણી પીવા લાયક મીઠુ બનાવવાના પ્રોજેક્ટ માટેની ટેન્ડર પ્રક્રિયા જુલાઇ મહિનામાં કરાશે, એવી ઘોષણા પાલિકાના કમિશનર ઇકબાલસિંહ ચહલે કરી હતી.સમુદ્રના ખારા પાણી પર પ્રક્રિયા કરીને પીવા લાયક બનાવવાની યોજના પાછળ પાલિકાને આશરે ૨૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે, એમ કમિશનરે ઉમેર્યું હતું.મુંબઇમાં અત્યારે દરરોજ ૩૮૫૦ મિલિયન લીટર પાણીનું વિતરણ કરાય છે. મુંબઇની લોક સંખ્યા મુજબ ૪૨૦૦ મિલિયન લીટરની જરૂર છે.અત્યારે ૩૫૦ મિલિયન લીટર પાણીની અછત વર્તાઇ રહી છે.આથી નવા જળાશયો બાંધવા કરતાં સમુદ્રનું પાણી પીવા લાયક બનાવવાનો પાલિકાએ યોજના હાથ ધરી છે.હાલમાં ચેન્નાઇમાં સમુદ્રનું પાણી પીવા લાયક બનાવવામાં આવી રહ્યું છે.હવે મુંબઇમાં આ દિશામાં કામ શરૂ કરાયું છે.

Share Now