શિવસેનાની સભામાં અનેક નેતાઓને બેનકાબ કરીશ : ઉદ્ધવ ઠાકરે

125

મુંબઇ : રાજ્યમાં હાલમાં વૈચારિક પ્રદૂષણ વધ્યું છે.દરેક કામમાં ટીકા કરનારા ઘણાં છે.પણ સારુ કાર્ય કરવા બદલ પ્રશંસા કરનારા ગણ્યા ગાંઠયા છે.એમ કહીને ભાજપ તરફ નિશાન તાકતા રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે પાણી વિતરણના કાર્યક્રમમાં મારે રાજકારણ કરવું નથી. પણ ૧૪મી તારીખે યોજાનારી ઔરંગાબાદની સભામાં અનેક નેતાઓના કરતૂતો ખુલ્લા પાડીશ.એટલે કે તેમના નકાબ ઉઘાડા પાડીશ.મુંબઇ મહાનગર પાલિકાના ગોરેગામ પૂર્વ સ્થિત મા સેહાબ મીનાતાઇ ઠાકરે ઉદ્યાનમાં બધા માટે પાણી એવી નવી યોજના જાહેર કરવાના શુભારંભના કાર્યક્રમમાં ઉપરોક્ત સંબોધન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કર્યું હતું. અને વિપક્ષો પર આકરા પ્રહાર કર્યા હતા.

જો તમે તમારા મતના રૂપમાં તમારુ જીવન અમને સોંપી રહ્યા છે, તો જો સરકાર કામ કરવામાં અસમર્થ હોય તો તમને અધિકાર છે.તેનો જવાબ માંગવાનો.આજે તમે જ્યાં જુઓ ત્યાં સંરક્ષણવાદી ભાવનાની ભરતી વહી રહી છે.બાકીના ભ્રષ્ટ છે.એવા ડોળ કરવો ભયાનક છે.મખ્ય પ્રધાને કહ્યું કે તેમણે રાજનીતિ કરવી જોઇએ પણ તેમની પાસે સ્ટેટસ હોવું જોઇએ.ફક્ત વિરોધ કરવો એટલે વિપક્ષ નથી, તમારા તરફથી સૂચનો આવવા જોઇએ. સરકારની ભૂલ હોય તો કાન આપવો જોઇએ પણ સારુ કામ કરવા બદલ પ્રશંસા પણ કરવી જોઇએ દિલદારી વિપક્ષો પાસે નથી, એવા ટાણો મુખ્ય પ્રધાને ભાજપને માર્યો હતો.

૧૪મી તારીખે ઔરંગાબાદમાં યોજાનારી સભામાં અનેક નેતાઓનો કરતૂતો ખુલ્લા પાડીશ અને મુક્ત પણે વાત પણ કરીશ, એમ મુખ્ય પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું.ઘણા લોકોને સરકારને કામ કરવા દેતા નથી. ભ્રષ્ટાચારો બૂમો પાડે છે.અમે ગંગામાં સ્નાન કરીને પવિત્ર બની ગયા છીએ અને બાકીના લોકો ભ્રષ્ટ હોવાનો ડોળ કરી રહ્યા છે.રાજનીતિ કરો પણ તેમાં એક નીતિ હોવી જોઇએ એમ તેમણે ઉમેર્યું હતું.દરમિયાન આજે શહેરના બધા લોકોને પાણી મળશે.માત્ર રોડ અને ફૂટપાથના ઝૂંપડાને નહિ મળે.આ યોજનાનો મુખ્ય પ્રધાને ઉદ્ઘાટન કર્યું હતું.આ સિવાય ૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચ દરિયાના પાણીને પીવા લાયક મીઠુ બનાવવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.આ પ્રોજેક્ટ થકી મુંબઇને દરરોજ ૨૦૦ મિલિયન લીટર પાણી મીઠુ પીવા લાયક પાણી મળશે.

Share Now