નવી દિલ્હી, તા. 08 મે 2022, રવિવાર : રાજસ્થાન રોયલ્સ(Rajasthan Royals)ના દિગ્ગજ શિમરોન હેટમાયર (Shimron Hetmyer) પોતાના દેશ પરત ગયો છે.રાજસ્થાને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેની જાણકારી આપી છે.વીડિયોમાં હેટમાયર ફેન્સ માટે મેસેજ આપતા નજર આવી રહ્યા છે.શિમરોન હેટમાયરે વીડિયોમાં એ પણ ખુલાસો કર્યો કે, તેઓ અંતમાં IPL અધવચ્ચે છોડીને પોતાના દેશ પરત કેમ ફરી રહ્યા છે.વાસ્તવમાં હેટમાયર પિતા બનવાના છે અને આ જ કારણે છે કે, તેઓ પંજાબ કિંગ્સની સામે મેચ બાદ પોતાના દેશ પરત ગયો છે.જોકે, બાળકના જન્મ બાદ હેટમાયર ફરીથી પરત ફરશે અને પોતાનો જલવો દેખાડશે.
પંજાબ કિંગ્સની સામે મેચમાં શિમરોન હેટમાયરે 16 બોલમાં 31 રન કર્યા હતા. પોતાની ઈનિંગમાં તેમણે 3 ચગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.હેટમાયર આ સિઝનમાં શાનદાર લયમાં છે.તમને જણાવી દઈએ કે, હેટમાયરે આ સિઝનમાં એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે.તે સિઝન-15માં ડેથ ઓવરોમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે આ સિઝનમાં હેટમાયર ડેથ ઓવરોમાં 209 રન બનાવીને ટીમ રાજસ્થાન માટે ફિનિશરની ભૂમિકાને અંજામ આપતો નજર આવી રહ્યો છે.આ મામલે બીજા નંબર પર દિનેશ કાર્તિક છે.કાર્તિકે ડેથ ઓવરોમાં બેટિંગ કરતા RCB માટે કુલ 174 રન બનાવ્યા છે. બીજી તરફ ત્રીજા નંબર પર રાહુલ તેવટિયા છે જેણે અત્યાર સુધી ડેથ ઓવરોમાં કુલ 134 રન બનાવ્યા છે.