શહેરનો પ્રથમ કિસ્સો : ડોક્ટરના અવસાન પછી તેમના ઓર્ગન ડોનેટ કરાયા

181

વડોદરા, : શહેરના સિનિયર રેડિયોલોજિસ્ટને ત્રણ દિવસ અગાઉ ચક્કર આવતા તેઓ ઘરમાં દાદર પરથી નીચે પડી ગયા હતા.માથામાં ગંભીર ઇજાના કારણે ડોક્ટરે તેઓને બ્રેનડેડ જાહેર કર્યા હતા.તેમના પરિવારે તેઓના ઓર્ગન ડોનેટ કરવાનો નિર્ણય લીધો હતો.અને તેઓની બે કિડની અન્ય બે દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવતા દર્દીઓને નવજીવન મળ્યું હતું.રેસકોર્સ વિસ્તારમાં ક્લિનિક ચલાવતા ડો.નરેન્દ્ર પરીખ(ઉ.વ.૬૭) ગત ગુરૃવારે સાંજે ઘરમાં દાદર પરથી નીચે પડી જતા તેઓને માથામાં ગંભીર ઇજા થઇ હતી.તેમના પત્ની ડો.દિવ્યાબેન વોકિંગ પરથી પરત ઘરે આવ્યા ત્યારે તેમણે ડો.નરેન્દ્ર પરીખને બેભાન હાલતમાં જોયા હતા.અને તાત્કાલિક ગોરવા વિસ્તારની એક હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા.પંરતુ, માથામાં ગંભીર ઇજા થવાના કારણે તેઓના બચવાના ચાન્સ નહતા.૪૮ કલાક પછી ડોક્ટર્સની ટીમે ડો.નરેન્દ્ર પરીખના બચવાના કોઇ ચાન્સ નહી હોવાનું જણાવ્યું હતું.ત્યારબાદ એક સિનિયર ડોક્ટરે તેમના પરિવારને ઓર્ગન ડોનેટ માટે સૂચન કરતા ડો.દિવ્યાબેન અને તેમના પરિવારે ઓર્ગન ડોનેટ કરવા માટે સંમતિ દર્શાવી હતી.ઓર્ગન ડોનેશન કમિટી તરફથી રેલવે હોસ્પિટલના ડો.દિપાલી તિવારીએ ઓર્ગન ડોનેશન માટે કાનૂની કાર્યવાહી પૂર્ણ કરી હતી.ડો.નરેન્દ્ર પરીખની બન્નેે કિડની ે ડોનેટ કરવામાં આવી હતી.એક કિડની વડોદરાના ૫૪ વર્ષના પ્રૌઢ અને બીજી કિડની અમદાવાદના એક પેશન્ટમાં ટ્રાન્સપ્લાન્ટ કરી તેઓના જીવ બચાવવામાં આવ્યા હતા.વડોદરામાં આ પ્રથમ કિસ્સો છે.જેમાં એક ડોક્ટરના અવસાન પછી તેમના ઓર્ગનનું ડોનેશન કરવામાં આવ્યું હોય.

Share Now