દેવી દેવતાઓની અશ્લીલ કૃતિ સ્કલ્પચર વિભાગના વિદ્યાર્થી કુંદન કુમારે બનાવી હતી

188

વડોદરા : એમ.એસ.યુનિવસટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં દેવી દેવતાઓની અશ્લીલ કલાકૃતિ બનાવવાના વિવાદમાં ફેક્ટ ફાઈન્ડિંગ કમિટિની આજે રવિવારે રજાના દિવસે પણ બેઠક મળી હતી.જેમાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓના લેવાયેલા નિવેદન પરથી સ્પષ્ટ થયુ હતું કે વિવાદાસ્પદ કલાકૃતિ ફેકલ્ટીના વિદ્યાર્થીએ જ બનાવી હતી અને ફેકલ્ટી ડીને આ કલાકૃતિ ફેકલ્ટીની નથી એવુ જૂઠ્ઠાણું ચલાવ્યુ હતું.

ફેક્ટ ફાઇન્ડિંગ કમિટિની બેઠકમાં સ્કલ્પચર વિભાગના ૬ વિદ્યાર્થીઓ અને ૩ અધ્યાપકોની પૂછપરછ કરીને તેમના નિવેદન લેવામાં આવ્યા હતા.તેમણે કબૂલ્યુ હતું કે વિવાદિત કલાકૃતિઓ સ્ક્લ્પચરના એમ.અ.ેના પહેલા વર્ષના વિદ્યાર્થી કુંદન કુમારે ફેકલ્ટીના જ વર્કશોપમાં બનાવી હતી અને તેણે આ કલાકૃતિ પરીક્ષાના ભાગરૃપે રજૂ કરી હતી.અધ્યાપકોએ એમ પણ કહ્યંુ હતું કે, તા.૧લી મેના રોજ કુંદન કુમારે આ કલાકૃતિ ડિસ્પ્લેમાં મૂકી હતી અને ૨ તારીખ જ્યૂરિ દ્વારા આ કલાકૃતિનુ મૂલ્યાંકન પણ કરાયું હતુંુ. આમ અધ્યાપકો અને વિદ્યાર્થીઓના નિવેદન પરથી સાબિત થઈ ગયુંુ છે કે, ફેકલ્ટી સત્તાધીશોએ જ્યારે ફેકલ્ટીમાં હંગામો થયો ત્યારે આ કલાકૃતિઓ સાથે ફેકલ્ટીને લેવા દેવા નથી તેવુ જુઠ્ઠાણુ ચલાવ્યું હતું.ફેકલ્ટી ડીન પ્રો.જયરામ પોંડવાલે પોતે પણ આ પ્રકારનુ નિવેદન તે સમયે આપ્યું હતું.સૂત્રોનુ કહેવુ છે કે, કમિટિ પર વહેલી તકે તપાસ અહેવાલ રજૂ કરવા માટેે દબાણ છે એટલે તેને ધ્યાનમાં રાખીને કમિટિ આવતીકાલે, સોમવારે સાંજે પોતાનો અહેવાલ યુનિવસટી સત્તાધીશોેને સુપ્રત કરી દે તેવી શક્યતા છે અને ૧૦ મેના રોજ મળનારી સિન્ડિકેટમાં કમિટિનો અહેવાલ મૂકવામાં આવે તથા તેના પર ભારે તડાફડી થાય તેવી શક્યતા છે.એન્યુઅલ ડિસપ્લેના પ્રથમ દિવસે જ જ્યૂરિના એક મહિલા સભ્યએ આ અશ્લીલ કલાકૃતિ સામે વાંધો ઉઠાવ્યો હતો

વિદ્યાર્થી કુંદન કુમાર વતનમાં જતો રહ્યો હોવાની ચર્ચા ડીન ફેક્ટ ફાઇન્ડિંગ કમિટિ સમક્ષ હાજર ના થયા.જ્યૂરિના એક મહિલા સભ્યે પણ કલાકૃતિ વાંધાજનક હોવાનુ કહ્યું હતું.જા ેકે અધ્યાપકોએ કહ્યું હતું કે, આ કલાકૃતિ ડિસપ્લેમાં મૂકાવાની નહોતી અને તેને ઉતારી લેવામાં આવી હતી.સૂત્રોનુ કહેવુ છે કે, કલાકૃતિઓ બનાવનાર વિદ્યાર્થી કુંદન કુમારનો કોઈ સંપર્ક થઈ રહ્યો નથી.કમિટિ દ્વારા તેને ઈ-મેઈલ પણ પાઠવવામાં આવ્યો છે,જેનો જવાબ વિદ્યાર્થીએ આપ્યો નથી.તેનો ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો છે.કંુદન કુમાર વડોદરા છોડીને પોતાના વતનમાં રવાના થઈ ગયો હોવાની આશંકા છે.

બીજી તરફ ફેકલ્ટી ડીન પ્રો.જયરામ પોંડવાલનુ નિવેદન પણ હજી સુધી કમિટિ લઈ શકી નથી.આજે તેમનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે બહાર ગામ હોવાનું કહ્યુંં હતું.તેમને કમિટિએ નિવેદન આપવા માટે આવતીકાલ સોમવાર સુધીનો સમય આપ્યો છે.જો તેઓ નિવેદન નહીં આપે તો કમિટિ વધારે રાહ નહીં જુએ.ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં નીતિ નિયમો વગરનો નિરંકુશ વહીવટ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ મરજી પડે ત્યારે આવે અને જાય છે.વિવિધ વિભાગોની ચાવી પણ વિદ્યાર્થીઓ પાસે જ હોય છે ફેકલ્ટીમાં સીસીટીવી પણ નથી ઃ કમિટિની ગંભીર નોંધ.ફેક્ટ ફાઇન્ડિંગ કમિટિને એવી પણ ચોંકાવનારી વિગતો જાણવા મળી છે કે, ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓનો આવવા જવાનો સમય નક્કી નથી હોતો.વિદ્યાર્થીઓ મરજી પડે ત્યારે આવે છે અને જાય છે તથા ગમે તે સમયે કામ કરે છે.

મોડી રાત સુધી પણ વિદ્યાર્થીઓ ફેકલ્ટીમાં જ કામ કરતા હોય છે.કયા વિદ્યાર્થીએ કયા સમયે કામ કર્યું અને કેટલા કલાકો રોકાયો તેનો રેકોર્ડ મેન્ટેન થતો નથી.કેટલાક કિસ્સામાં તો ફેકલ્ટીના વિવિધ વિભાગોની ચાવી પણ વિદ્યાર્થીઓ પાસે રહેતી હોવાનુ કમિટિને જાણવા મળ્યું છે.ફેકલ્ટીમાં સીસીટીવી કેમેરા પણ નથી.આ તમામ બાબતોની કમિટિએ ગંભીર નોંધ લીધી છે અને રિપોર્ટમાં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવે તેવી પણ શક્યતાઓ છે.

Share Now