સુરત, તા. 23 માર્ચ 2020, સોમવાર
હીરાના કારીગરોને તા. 25મીએ પગાર આપવાની સુરત ડાયમંડ એસોસિયેશને કારખાનેદારોને અપીલ કરી છે.
રાજ્ય સરકારે સુરત સહિત પાંચ શહેરો માટે તા. 31 સુધી લોકડાઉન કરવાની જાહેરાત કરી છે, ત્યારે અત્યારે કારીગરોને કારખાને બોલાવીને પગાર આપવાની ઉતાવળ નહીં કરવા જણાવવામાં આવ્યું છે.
રાજ્ય સરકારની સૂચના પ્રમાણે હીરાના કારખાનાઓ સહિત વેપાર-ઉદ્યોગ આગામી તા. 31મી સુધી બંધ રાખવાના છે.
એટલે અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને લોક ડાઉનનો કડકાઈપૂર્વક અમલ થાય એ વધુ જરૂરી છે, એટલે તા.31મી સુધી હીરાના એકમો બંધ કરવાની અપીલ આ અગાઉ કરવામાં આવી હતી.