હરિદ્વાર સ્ટેશન સાથે ધાર્મિક સ્થળોને બોમ્બથી ઉડાવી દઇશું

143

હરિદ્વાર : રુડકી રેલવે સ્ટેશનના વડાને તૂટેલી-ફૂટેલી હિંદીમાં ધમકીભર્યો પત્ર મળ્યો છે.પત્ર મોકલનારાએ પોતાને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો એરિયા કમાન્ડર સલીમ અંસારી ગણાવી લક્સર, નજીબાબાદ, દેહરાદૂન, રુડકી, ઋષિકેશ, હરિદ્વાર રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે.પત્રમાં મુખ્યપ્રધાન ધામીનો પણ ઉલ્લેખ કર્યો છે.પોલીસના જણાવ્યા મુજબ પહેલા પણ આવી ધમકીઓ મળી છે.પોલીસ આ પત્ર લખનારાની તપાસ કરવામાં લાગી ગઈ છે.જો કે આ ધમકીના પગલે ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના રેલવે સ્ટેશનો પર તકેદારી વધારી દેવામાં આવી છે.

ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે પોલીસ આ અગાઉ પણ મળેલા આ પ્રકારના ધમકીભર્યા પત્રમાં હેન્ડરાટિંગની ચકાસણી કરી રહી છે.જો કે પહેલા મળેલા આ પ્રકારના પત્રોની સાથે મેળવણી કરી રહી છે.આ પહેલા એપ્રિલ ૨૦૧૯માં આ પ્રકારનો પત્ર રુડકી સ્ટેશનના વડાને મળ્યો હતો.તેમા ૧૩ મેએ સ્ટેશનાએ બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હતી. તેના પછી પોલીસે આસપાસના સ્ટેશનની સલામતી વ્યવસ્થા વધારી દીધી હતી.

ઉત્તરાખંડના છ રેલવે સ્ટેશનો ઉડાવવા માટેનો ધમકીભર્ય પત્ર મળ્યો તે અંગે ડીજીપી ્અશોક કુમારે જણાવ્યું હતું કે માનસિક રીતે વિક્ષિપ્ત વ્યક્તિ છેલ્લા ૨૦ વર્ષથી આ રીતે પક્ર મોકલી રહ્યોછે.જો કે પોલીસ આમ છતાં તકેદારી દાખવી રહી છે.

Share Now