રાજકોટ જિ. પં.માં સંકલન વધારવા મહિનાને બદલે હવે દર સપ્તાહે બેઠક

151

રાજકોટ, : ચૂંટણીઓ નજીક આવી રહી હોય તાલુકા -જિલ્લા પંચાયત હેઠળ થતા વિકાસનાં કામોને વેગ મળે અને વહીવટી તંત્ર અને ચૂંટાયેલા સભ્યો વચ્ચે તાલમેલ વધારવા શાસકોએ કમર કસી છે.રાજકોટ જિલ્લા પંચાયતની આજે ચૂંટાયેલા સભ્યો અને શાખા અધિકારીઓ વચ્ચે સંકલનની બેઠકમાં તાલમેલ વધારવા પર ભાર મુકાયો હતો અને દર મહિનાને બદલે હવે દર સપ્તાહે સોમવારે સંકલનની બેઠક બોલાવવાનો નિર્ણય લેવાયો છે.

રાજકોટ જિલ્લા પંચાયતની આજે સવારે પ્રમુખ અને ડીડીઓની હાજરીમાં એકાદ કલાક સુધી સંકલનની બેઠક ચાલી હતી.આ બેઠકમાં વિવિધ મુદાઓ ચર્ચાયા હતા.કેટલાક સભ્યોએ એવો રોષ વ્યકત કર્યો હતો કે શાખાઓ દ્વારા જે કામો થાય છે તેની અમને જાણકારી મળતી નથી અમારે ગામ લોકોને જવાબો આપી શકતા નથી આ મામલે બેઠકમાં એવો રસ્તો કાઢવામાં આવ્યો હતો કે સભ્યોનું વોટ્સઅપ ગુ્રપ બનાવવામાં આવ્યુ છે તેમાં શાખા અધિકારીઓ જે મહત્વનાં કામો હાથ ધરાયા હોય તેની વિગતો મુકે જેથી સંકલન જળવાય રહે.

આજની સંકલનની બેઠકમાં લાખોનાં ખર્ચે ખરીદાયેલા સીસીટીવી કેમેરાનાં મુદે કેટલાક સભ્યોએ સવાલો ઉભા કર્યા હતા.ગામડાઓમાં સીસીટીવી કેમેરા જે ફીટ કરવામાં આવી રહયા છે તેની આશરે રૂ. પ૦ હજારની કિંમતના છે અને તેની રેન્જ બે – અઢી કિ.મી.ની છે.સભ્યોએ એવો રોષ વ્યકત કર્યો હતો કે ગામમાં શેરીઓ નાની હોય છે લાંબી રેન્જનાં કેમેરાની જરૂર હોતી નથી અને લાખોનાં ખર્ચે કેમેરા ફીટ કરતા હોય તો સભ્યો પર ખોટા આક્ષેપો થાય છે.જેમ પોર્ટલ મારફત ખરીદી કરાઈ છે પરંતુ ગામડાઓની જરૂરિયાતનો અંદાજ લગાવ્યા વિના જ ઉંચી કિંમતે અને ઉંચી કિંમતે કેમેરા ખરીદાયા છે.જિલ્લા પંચાયત દ્રારા આશરે 50- 60 લાખનાં ખર્ચે કેમેરા ખરીદવાનું આયોજન છે તે સુલતાનપુર, વિરનગર, વીરપુર, મોટી મારડ જેવા કેટલાક મોટા ગામોમાં કેમેરા લગાડવાનું શરૂ કરવામાં આવ્યુ છે કેટલાક સભ્યોએ તો આ કેમેરા લગાડવાનો વિરોધ કર્યો હતો.બેઠકમાં ચાર વર્ષ એક જગ્યાએ હોય તેવા તલાટીઓની બદલી થશે તેવી ચણ ચર્ચા થઈ હતી.

Share Now