વડાપ્રધાન નરેન્દ્ર મોદી લુમ્બીનીની ‘યાત્રા’ સમયે ભારત-નેપાળ સમાન વિરાસતની યાદ આપશે

122

નવી દિલ્હી : ભારત અને નેપાળ હિન્દુ-બૌદ્ધ-સંસ્કૃતિઓમાં સમાન રીતે સહભાગી છે અને તે સમાનતા વધુ મજબૂત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૧૬મી મે ના દિને ભગવાન બુદ્ધની જન્મજ્યંતિના દિને ભગવાન બુદ્ધના જન્મસ્થળ લુમ્બીનીની યાત્રાએ જવાના છે.તે સમયે નેપાળના વડાપ્રધાન શેર-બહાદૂર-દેઉબા પણ ઉપસ્થિત રહેશે અને તે સમયે વડાપ્રધાન મોદી લુમ્બીનીમાં નવા વિશાળ બૌદ્ધ-મઠનો શિલાન્યાસ કરશે.આ મઠનું નિર્માણ પણ ભારત સરકાર દ્વારા જ કરવામાં આવનાર છે.વડાપ્રધાન મોદી ઉત્તર પ્રદેશનાં કુશીનગર-આતર-રાષ્ટ્રીય વિમાનગૃહ પાસેના હેલિપેડ ઉપરથી હેલિકોપ્ટર દ્વારા લુમ્બીની પાસેનાં હેલીપેડ ઉપર તા. ૧૬મી મેના દિને ઉતરશે.

ઉલ્લેખનીય છે કે ભગવાન બુદ્ધ કશીનગર પાસે જ મહા-મહી-નિર્વાણ પામ્યા હતા.તે પૂર્વે તેઓએ બુદ્ધગયામાં બોધી-વૃક્ષ નીચે પરમ જ્ઞાાન પ્રાપ્ત કરી સિદ્ધાર્થમાંથી બુદ્ધ બની રહ્યા તે દિવસ પણ બુદ્ધ-પૂર્ણિમાનો જ હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે જ પરમ-શ્રદ્ધાળુ છે, તેઓએ તેમનાં કાર્યાલયને જણાવી દીધું છે કે, આરનાથથી શરૂ કરી જ્યાંથી પ્રાપ્ત થઈ શકે, તે સર્વે ભગવાનના અવશેષો એકત્રિત કરવા.વડાપ્રધાન તેઓની નેપાળની યાત્રા દરમિયાન સીતા-માતાનાં જન્મ-સ્થળ જનકપુરના ‘સીતા-મંદિર’નાં દર્શને પણ જશે. ત્યાંથી મુસીંગ જીલ્લા સ્થિત મુક્તિનાથ વિષ્ણુ મંદિરે દર્શનાર્થે જશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૧૯ ના મે મહિનાના અંતે તે મદ ઉપર ફરી વરણી પામ્યા પછી, નેપાળની તેઓની પહેલી યાત્રા બની રહેશે.

વડાપ્રધાનની આ નેપાળ-યાત્રા એવા સમયે યોજાઈ રહી છે કે, જ્યારે શ્રીલંકા ગંભીર આર્થિક કટોકટીને લીધે ગૃહ-યુદ્ધ જેવી પરિસ્થિતિ તરફ ધકેલાઈ રહ્યું છે.શ્રીલંકાની આર્થિક ખાના ખરાબીના મૂળમાં ચીને ‘બેલ્ટ-રોડ-ઈનિશ્યેટિવ’ના નામે થાપેલું મોટું ધીરાણ છે.હવે તે ધીરાણ પાછું માગતાં શ્રીલંકા આર્થિક ભીંસમાં મુકાઈ ગયું છે.આવી જ પરિસ્થિતિ પાકિસ્તાનની પણ છે.નેપાળ આ બધું જ જાણે છે.તેથી ચીનને સ્પષ્ટ કહ્યું છે કે ”પૈસા આપવા હોય તો તે, ‘સહાય’ તરીકે જ આપવા, વ્યાપારી-ધોરણે અમે ધીરાણો મેળવવા માગતા નથી. એ આડકતરી રીતે એ ભારતનો ‘વિજય’ જ છે.”

Share Now